એન્જિનિયર યુવકે ખેતરમાં કેળાના છોડ વાવી અને તેની વેફર બનાવીને અઢળક કમાણી કરી

એન્જિનિયર યુવકે ખેતરમાં કેળાના છોડ વાવી અને તેની વેફર બનાવીને અઢળક કમાણી કરી

ઉત્તર ગુજરાતમાં અનાજ, કઠોળ અને રોકડિયા પાકના વાવેતર વચ્ચે વિસનગર તાલુકાના તરભ ગામના એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ધ્રુવ પટેલે પોતાના ખેતરમાં ફળાઉ પાકની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હાલ તેઓ કેળાની વેફર બનાવી વિદેશમાં મોકલી રહ્યા છે.

દેણપ ગામના પટેલ ધ્રુવ મુકેશભાઈ બીઇ ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કર્યા બાદ ક્વોલિટી ઓડિટ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 5 વરસ નોકરી કર્યા બાદ પોતાના ખેતરમાં ફળાઉ ખેતી કરી કમાણી કરવાનો વિચાર આવતાં પિતા મુકેશભાઈની મદદ લઇ પોતાની એક વીઘા જમીનમાં કેળાનાં 650 છોડનું વાવેતર કર્યું હતું. કેળાનો પાક તૈયાર થઇ જતાં તેની બાજુના ખેતરમાં કેળાની વેફર બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતાં મળતાં ધ્રુવભાઈ આજે કેળાની વેફર કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત વિદેશોમાં મોકલે છે.

આ અંગે ધ્રુવ પટેલે જણાવ્યું કે, આ માત્ર પ્રયોગ હતો, જેમાં અમને સફળતા મળી છે અને આગામી સમયમાં વધુ બાગાયતી ખેતી તરફ ધ્યાન આપીશું. ખેતીમાં કંઈ મળતું નથી એવું નથી તમારી મહેનત અને કાર્યપ્રણાલી સારી હોય તો ઘરે બેસીને પણ લાખો રૂપિયા કમાવી શકાય છે. હાલ તેઓ છોડ ઉપરથી કેળા ઉતારી, છોલી મશીનમાં ચિપ્સ બનાવી ફ્રાય કરી પેકિંગ કરી વેચે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *