આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કરોડોમાં છે કિંમત, શિકાર કરવા પર થઈ શકે છે જેલ

આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કરોડોમાં છે કિંમત, શિકાર કરવા પર થઈ શકે છે જેલ

વિશ્વમાં ઘણા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. એટલા માટે વિવિધ દેશોની સરકારોએ તેમના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે. લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા પ્રાણીઓ એટલા મોંઘા હોય છે કે તમે તેની કિંમતની કલ્પના પણ ન કરી શકો. આવો જાણીએ એવી માછલી વિશે જે દુનિયાની સૌથી મોંઘી માછલી છે. આ માછલી તાજેતરમાં ઈંગ્લેન્ડમાં દેખાઈ હતી.

વિશ્વની સૌથી મોંઘી વેચાતી માછલીનું નામ એટલાન્ટિક બ્લુફિન ટુના છે. લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી માછલી એટલાન્ટિક બ્લુફિન ટુનાને જોયા પછી બધા ચોંકી ગયા છે. વિશ્વની સૌથી મોંઘી માછલીનો રેકોર્ડ એટલાન્ટિક બ્લુફિન ટુનાના નામે છે. આ માછલી લુપ્ત થવાના આરે છે. આ માછલીના સંરક્ષણ માટે દર વર્ષે 2 મેના રોજ વિશ્વ ટુના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ માછલીને બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્રએ ડિસેમ્બર 2016માં સત્તાવાર રીતે વિશ્વ ટુના દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું.

બ્રિટશમાં સરકારે એટલાન્ટિક બ્લુફિન ટુનાના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આ માછલી પકડવા પર જેલ અને દંડ પણ થઈ શકે છે. જો કોઈ તેને ભૂલથી પકડી લે તો તેને તરત જ દરિયામાં છોડવી પડે છે. 23 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ ઘણી બ્લુફિન ટુના માછલીઓ એકસાથે જોઈ હતી. જ્યારે તેણે આ માછલીઓને જોઈ, ત્યારે તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આ પહેલા પણ ઓગસ્ટ મહિનામાં ટુના માછલી જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડના કોર્નવોલમાં એટલાન્ટિક બ્લુફિન ટ્યૂના 100 વર્ષોથી જોવા મળી નહતી. હવે આ માછલી ઘણીવાર ઉનાળાની ઋતુમાં જોવા મળે છે.

જાણો શું છે કિંમત
આ માછલી સાથે ઘણી રસપ્રદ બાબતો જોડાયેલી છે. આ માછલીનું કદ ટુના પ્રજાતિમાં સૌથી મોટું છે અને તે ખૂબ જ ઝડપથી તરે છે. લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી આ માછલી સબમરીનમાંથી નીકળતા ટોર્પિડો હથિયાર જેવી હોય છે. આ કદના કારણે તે દરિયામાં લાંબા અંતર સુધી વધુ ઝડપે તરી શકે છે.

નિષ્ણાતોના મતે, આ માછલીની લંબાઈ 3 મીટર સુધી હોય શકે છે અને વજન લગભગ 250 કિલોગ્રામ છે. આ માછલી મનુષ્યને કોઈ નુકસાન કરતી નથી. તે અન્ય નાની માછલીઓને ખાય છે, કારણ કે નાની માછલી તેનો ખોરાક હોય છે. એટલાન્ટિક બ્લુફિન ટુના માછલીમાં ગરમ ​​લોહી હોય છે. તરનારી સ્નાયુઓમાં ગરમી સંચિત હોવાને કારણે તે ખૂબ જ ઝડપથી તરે છે. આ માછલીની કિંમત 23 કરોડ સુધી હોય શકે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *