જીવલેણ બીમારી કેન્સરથી જંગ જીતીને પરત આવ્યો દીકરો તો પિતાએ ખુશીમાં જે કર્યુ તે જોઈને લોકો પણ થઈ ગયા ભાવુક

જીવલેણ બીમારી કેન્સરથી જંગ જીતીને પરત આવ્યો દીકરો તો પિતાએ ખુશીમાં જે કર્યુ તે જોઈને લોકો પણ થઈ ગયા ભાવુક

કેન્સર એક એવો જીવલેણ રોગ છે કે જેને આ જીવલેણ બીમારી થઈ જાય તેની સાથે તેનો પરિવારના સભ્યો ખુશ રહેવાનું જ ભૂલી જાય છે. આ રોગ લાંબા સમય સુધી ચાલે છે અને તેની સારવાર પણ ખૂબ લાંબી અને મુશ્કેલ હોય છે. જો વાત બાળકની હોય, તો પછી બાળકો માટે આ રોગ સામે સામનો કરવો વધુ મુશ્કેલ બની જાય છે. તેમજ જ્યારે કોઈ બાળક અથવા વડીલ આ રોગમાંથી જંગ જીતીને સ્વસ્થ થઈ જાય છે અને હોસ્પિટલમાંથી ઘરે પાછો આવે છે, ત્યારે બાળકના માતાપિતા અને તેના સમગ્ર પરિવારની ખુશીની કોઈ હદ નથી રહેતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક કેન્સર જેવી બીમારીને હરાવીને ઘરે પરત ફર્યું તો તેના પિતાની ખુશીમાં કોઈ ઠેકાણું ન રહ્યું..

લાખો લોકો જોઈને ભાવુક થઈ ગયા
આ ટૂંકા વિડીયોમાં જ્યારે એક પિતાને ખબર પડે છે કે તેમનો પુત્ર કેન્સર મુક્ત થઈ ગયો છે, ત્યારે તે પુત્રને હાથમાં લઈને ખુશીથી ઝૂલવા લાગે છે. વીડિયોમાં, તમે આગળ જોશો કે પિતા-બાળકને ખોળામાંથી નીચે ઉતાર્યા પછી, તે તેની સાથે આનંદ સાથે ડાન્સ કરવા લાગે છે. વીડિયોમાં બંને એકસાથે જોરદાર મજાના ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kennith Allen Thomas (@kennyclutch_)

આ વિડીયોનો સૌથી આકર્ષક ભાગ એ હતો કે પિતા-પુત્રએ લાલ અને કાળા ચેક શર્ટ અને જીન્સ પહેર્યા હતા. વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે- “મહાન નેતાઓ જાણે છે કે આત્મવિશ્વાસ કેવી રીતે બનાવવો તે સફળતા તરફ લઇ જાય છે.” આ વીડિયો બાળકના પિતા કેનિથ એલન થોમસે અપલોડ કર્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો પિતા અને પુત્રના આ બહાદુરીની બહુ જ પ્રશંસા કરી રહ્યા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *