લગ્ન પ્રસંગે વરરાજાને દારૂ પીવડાવવો મોંઘો પડ્યો, વીડિયો વાયરલ થતાં પોલીસે બેની કરી હતી અટકાયત

લગ્ન પ્રસંગે વરરાજાને દારૂ પીવડાવવો મોંઘો પડ્યો, વીડિયો વાયરલ થતાં પોલીસે બેની કરી હતી અટકાયત

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળ આવતા એક વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. આ વિડીયો લગ્ન પ્રસંગ દરમિયાનનો હતો. જેમાં વરરાજાને ખુલ્લે આમ દારૂ પીવડાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો વહેતો થતાં શહેરભરમાં ચર્ચાની વિષય અને વિરોધનો સૂર ઉઠ્યો હતો. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસે તપાસ કરી વાયરલ વીડિયો આધારે ગુનો નોંધી 2 શખ્સની અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

ચિરાગ ઢાકેચા અને કપિલ વાણિયાની અટકાયત
તાજેતરમાં રાજકોટ શહેરના ભીસ્તીવાડ વિસ્તારનો લગ્નનો વિડીયો વાયરલ થયો હતો. વીડિયોમાં વરરાજાને તેના મિત્રો ઇંગ્લિશ દારૂ પીવડાવી રહ્યા હોવાનું સપષ્ટ પણે દેખાતું હતું. એક બાજુ વરરજો દારૂના ઘૂંટ લગાવતો હતો જ્યારે બીજી તરફ સ્ટેજની નીચે સગા-સબંધીઓ અને મિત્રો નચગાન કરી રહ્યા હતા.

આ વાયરલ વિડીયો મામલે પોલીસ તાત્કાલિક એક્સનમાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં ચિરાગ ઢાકેચા અને કપિલ વાણિયા નામના શખ્સોની સંડોવણી ખૂલવા પામી હતી. જેંને લાઇન આ બંને શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી આરંભી છે. અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ? દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? તે સહિતની દિશામાં પોલીસ પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *