અમદાવાસીઓ માટે બે દિવસ આકરા, અગનજ્વાળાથી શહેરવાસી મુકાશે મુશ્કેલીમાં

અમદાવાસીઓ માટે બે દિવસ આકરા, અગનજ્વાળાથી શહેરવાસી મુકાશે મુશ્કેલીમાં

રાજ્યમાં આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે.. અને હજુ તેમાંથી રાહત મળવાના કોઇ અણસાર જણાતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..

રાત્રીના સમયે પણ ગરમ પવન ફૂંકાવવાની આગાહી

અમદાવાદ ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. સુરેન્દ્રનગરમાં 3 દિવસ હિટવેવની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદમાં રાત્રીના સમયે પણ ગરમ પવન ફૂંકાવવાની આગાહી છે. આગામી સપ્તાહે ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ તે રાહત નજીવી હશે.

મંગળવારે હિંમતનગરમાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી તાપમાન

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, . મંગળવારે હિંમતનગરમાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાવવા પામ્યું હતું. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

23 મે સુધી રાજ્યમાં હીટવેવ રહેશે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી ક્યારે રાહત મળશે તે બાબતે જણાવ્યું હતું કે, 23 મે સુધી રાજ્યમાં હીટવેવ રહેશે. તેમજ 24 થી 30 તારીખ સુધી તાપમાનનો પારો ઘટશે. તેમજ આગામી સમયમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું હતુ કેતા, 26 થી 30 મે નાં રોજ રોહિણી નક્ષત્રમાં વરસાદ સારો થશે. તેમજ 4 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ સારો થવાની શક્યતા છે. પરંતું રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ આવશે તો સારો વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા હોઈ આગામી સમયમાં ચોમાસુ સમયસર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *