અનુષ્કા શર્મા અને વિરાટ કહોલીનો રોમેન્ટિક અંદાજ, કઈક આ રીતે શરૂ થઈ હતી વિરુષ્કાની લવ સ્ટોરી

અનુષ્કા શર્મા અને વિરાટ કહોલીનો રોમેન્ટિક અંદાજ, કઈક આ રીતે શરૂ થઈ હતી વિરુષ્કાની લવ સ્ટોરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એક-બીજાને ખૂબ પ્રેમ કરે છે. બંનેને પરફેક્ટ કપલ માનવામાં આવે છે અને દેશ વિદેશમાં તેના લાખો ચાહકો છે. વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા તેના ત્રણ વર્ષથી વધું સમય વિતી ચુક્યો છે, પરંતુ અત્યારે પણ બંનેની લવ સ્ટોરીને સાંભળવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યારે પહેલીવાર વિરાટ અને અનુષ્કાથી મળ્યો હતો ત્યારે તે ખૂબ નર્વસ થઈ ગયો હતો. તેનો ખુલાસો તેણે પોતે જ આપ્યો હતો. વિરાટે અમેરિકી ટીવી સ્પોર્ટસ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરથી વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે મારી પહેલી વાર અનુષ્કાથી મુલાકાત થઈ તો મે તરત જ જોક માર્યો. હું તે સમય ખૂબ નર્વસ થઈ ગયો હતો અને આ જ કારણથી મને સમજવામાં ન આવ્યુ ને મે જોક સંભળાવી દીધો.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી વાર મુલાકાત વર્ષ 2013માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. બંને એક શેમ્પૂ બ્રાન્ડની ટીવી કોર્મશિયલ શૂટિંગ કરી રહ્યા હતાં. તે સમય વિરાટ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અને અનુષ્કા શર્મા પણ બોલિવૂડની અનેક ફિલ્મો કરી ચૂકી હતી.

પહેલી મુલાકાતને યાદ કરતા વિરાટે જણાવ્યું હતું, જ્યારે સેટ પર અમે બંનેની મુલાકાત થઈ તો મે જોક મારતા વિચાર્યું કે આ ખૂબ મજાકિયો હશે. મે એવું કઈક કહી દીધું હતું, જે ન કહેવું જોઈએ. તેની હાઈટ મારાથી વધું છે અને તેણે હીલ્સ પણ પહેલી રાખી હતી. મારી હાઈટ તેના બરાબર નથી. મે તે સમય તેને કહ્યું કે તુ નથી લાગતી કે તારી હીલ્સ થોડી મોટી છે. તેણે તુરંત કહ્યુ કે એક્સક્યૂ મી, ત્યાર બાદ મે કહ્યું કે મજાક કરી રહ્યો હતો. વિરાટના આ જોકના કારણ ખૂબ વિચિત્ર સ્થિતિ પેદા થઈ હતી.

વર્ષ 2017માં લગ્ન કરતા પહેલા અનુષ્કા અને વિરાટે એકબીજાને ઘણાં વર્ષો સુધી ડેટ પણ કર્યું. ઘણી જગ્યાએ સાથે જોવા મળતા હતાં. રિપોર્ટ મુજબ, વર્ષ 2014માં જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસથી મુંબઈ પરત આવી હતી, ત્યારે વિરાટ સીધો અનુષ્કાના ઘરે ગયો હતો. તેમજ બોલિવૂડ અભિનેત્રી પણ વર્ષ 2014માં ટીમ ઈન્ડિયાના ન્યૂજીલેન્ડ પ્રવાસ પર વિરાટ સાથે જોવા મળી હતી. પછી ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ટેસ્ટ મેચોની સીરીઝમાં પણ અનુષ્કા અને કોહલી સાથે જોવા મળ્યાં. જ્યારે મેલબર્નમાં વિરાટે 100 રનોની પારી રમી તો તે સમય અનુષ્કા મેદાનમાં હતી અને વિરાટે ફ્લાઈંગ કિસ પણ આપી હતી. ત્યાર બાદ સતત બંને એકબીજાની નજીક આવતા રહ્યાં.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભલે જ અત્યારે કરોડોની સંપત્તિના માલિક હોય, પરંતુ બંનેનો જન્મ મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. આ વિશે વિરાટે ઉલ્લેખ કર્યો હતો, અમે બંને મિડલ ક્લાસ પરિવારથી છે, જુદા જુદા ક્ષેત્રમાં કરિયર બનાવ્યું, સતત સંઘર્ષ કર્યો અને પછી એક સ્ટેજ મળ્યું. જ્યારે અમે પોતાના સમયની તરફ દેખીએ છે તો ખબર પડે છે કે બંને એક જ જેવા હતાં, પરંતુ જુદી જુદી દુનિયા હતી.

વિરાટે જણાવ્યું કહ્યું કે મારા પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008માં કરી અને અનુષ્કા પહેલી ફિલ્મની શૂટિંગ 2008માં શરૂઆત કરી હતી. તેમજ બંનેની પહેલી ડેટ વિશે વાત કરીએ તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાની પહેલી ડેટમાં ખાવા માટે બહાર ગયાં હતાં. વિરાટે તેને ટ્રેડિશનલ ડેટ જણાવતા એક વાર કહ્યું હતું કે અમે બંનેને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ છે.

ઘણાં વર્ષો સુધી ડેટ કર્યા પછી 11 ડિસેમ્બર 2017ના રોજ વિરાટ અને અનુષ્કાએ પ્રભુતામાં પગલા માંડ્યાં હતાં. બંનેએ ઈટલીનું અત્યંત ખૂબ સુંદર શહેર ટસ્કનીના એક આલીશાન રિજોર્ટમાં લગ્ન કર્યા હતાં. લગ્નમાં ફક્ત બંનેના નિકટના લોકો જ ઉપસ્થિત રહ્યાં હતાં. બંનેના લગ્ન વિશે ખૂબ ઓછા લોકોને ખબર હતી. આ જાણકારી મીડિયામાં અંતિમ સમયે જ સામે આવી હતી.

આ લગ્ન માટે તૈયારીએ અનુષ્કા શર્માએ કરી હતી, કારણ કે તૈયારીઓના સમય વિરાટ કોહલી એક સીરીઝ રમી રહ્યો હતો. અનુષ્કાએ જ લોકેશન પણ નક્કી કર્યું, જેને ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. લગ્ન સમાહોદ સમાપ્ત થયા બાદ બંનેએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેની જાણકારી પણ આપી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં અનુષ્કા શર્માએ એક દીકરીને જન્મ આપ્યો છે, જેનું નામ વામિકા રાખ્યુ છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *