આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદના સુસવાટા બોલાવશે!, હજુ સળંગ આટલા દિવસની આગાહી

આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદના સુસવાટા બોલાવશે!, હજુ સળંગ આટલા દિવસની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાં છે. તેમજ આજે રાજ્યનાં 19 તાલુકામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ બોટાદમાં આગાહી કરવામાં આવી છે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતાં ૧ ઓક્ટોબર સુધી શહેરના આકાશમાં ઓછાવત્તા અંશે વાદળો છવાયેલાં રહેશે, તેમાં પણ આજે, આવતી કાલે અને ગુરુવારે એમ સળંગ ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

રાજ્યમાં પણ વરસાદી માહોલ અમુક અંશે જળવાઈ રહેશે. આગામી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *