મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબી શહેરનો જગવિખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે. #પુલ

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.

ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *