મંદિરની દાનપેટીમાં પડી ગયો iPhone, પૂજારીએ કહ્યું હૂંડીમાં આવેલી વસ્તુ પર મંદિરનો અધિકાર
ભારતના તમિલનાડુના થિરુપુરુર ખાતે એક ભક્તનો iPhone ભૂલથી મંદિરની દાન પેટીમાં પડી ગયો, મંદિરના અધિકારીઓએ તેને પરત કરવાની ના પાડતા કહ્યું કે, દાન પેટીમાં આવેલી કોઈપણ વસ્તુ મંદિરની સંપત્તિ બની જાય છે. મંદિર પ્રશાસને તેને સિમ કાર્ડ અને ડેટા ઍક્સેસની ઓફર કરી, પરંતુ ભક્તે ફોન પરત કરવાની વિનંતી કરી મંદિરવાળા ઉપર તેનું ભાવિ છોડી દીધું.
તમિલ ફિલ્મ ‘પલાયથમ્મન’માં એક મહિલા આકસ્મિક રીતે તેના બાળકને મંદિરની ‘હુન્ડી’ (દાન પેટી)માં મૂકી દે છે અને બાળક ‘મંદિરની સંપત્તિ’ બની જાય છે. એવી જ કંઈક ઘટના ચેન્નાઈ નજીક થિરુપુરુરના અરુલમિગુ કંડાસ્વામી મંદિરમાં એક ભક્તનો અજાણતામાં બાળક નહીં પણ આઈફોન હુંડીમાં પડી ગયો. તો મંદિર પ્રશાસને આ સંપત્તિ પોતાની જાહેર કરી. વિનયગપુરમ નિવાસી ભક્ત દિનેશને શુક્રવારે ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું હતું. મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે, હુંડીમાં જે કંઈ પણ પડ્યું તે દેવતાનું હોય છે.
જો કે, તેઓએ તેને સિમ કાર્ડ આપવા અને ફોનમાંથી ડેટા ડાઉનલોડ કરવાની ઓફર કરી. દિનેશ એક મહિના પહેલા પરિવાર સાથે મંદિરે ગયો હતો અને પૂજા બાદ હુંડીમાં થોડા પૈસા મુકવા ગયો હતો. તેણે કહ્યું કે જ્યારે તે તેના શર્ટના ખિસ્સામાંથી રૂપિયા કાઢી રહ્યો હતો ત્યારે તેનો આઈફોન અચાનક ખિસ્સામાંથી દાનપેટી (હુંડી)માં પડી ગયો. હુંડી થોડી દૂર હોવાથી તે ફોન ઉઠાવી શક્યો નહીં.
ગભરાયેલા દિનેશે મંદિરના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જો કે, તેણે તેને કહ્યું કે એકવાર હુંડીમાં પ્રસાદ મૂકવામાં આવે છે, તે દેવતાની મિલકત માનવામાં આવે છે અને તે પરત કરી શકાતી નથી. વધુમાં, પરંપરા મુજબ, હુંડી બે મહિનામાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. દિનેશે HR અને CE (હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ)ના અધિકારીઓને ફરિયાદ કરી.
મંદિરના એક્ઝિક્યુટિવ કુમારવેલે કહ્યું કે હુંડીમાં પડેલી કોઈપણ વસ્તુને મંદિર અને દેવતાની ગણવાની પરંપરાનું પાલન કરવામાં આવશે. ફોન મંદિરમાં રાખવામાં આવશે. કુમારવેલે કહ્યું, ‘અમને એ સ્પષ્ટ ખબર નથી કે તે વ્યક્તિએ ચઢાવામાં આઈફોન મુક્યો અને પછી તેનો વિચાર બદલાયો. કારણ કે હુંડીને લોખંડની જારીથી સુરક્ષિત રાખવામાં આવે છે.