કચરો ઉપાડ્યો, ઢાબા પર કામ કર્યું, આજે 5મું પાસ છોકરો બન્યો મેનેજર, એમબીએ પાસ તેની નીચે કરે છે કામ

કચરો ઉપાડ્યો, ઢાબા પર કામ કર્યું, આજે 5મું પાસ છોકરો બન્યો મેનેજર, એમબીએ પાસ તેની નીચે કરે છે કામ

ગ્રેટર નોઈડાના રહેવાસી દેવ પ્રતાપે સંઘર્ષ બાદ ઊંચાઈ હાંસલ કરી છે. રેલ્વે સ્ટેશન પર કચરો ઉપાડવાથી માંડીને ઢાબામાં કામ કરવું અને પછી વેઈટર તરીકે બધુ જ કામ કર્યું હતું. પરંતુ સારી નોકરી મેળવવાનો અને સારું કામ કરવાનો જુસ્સો હતો, જેના કારણે તેણે એક નવી ઊંચાઈ પણ હાંસલ કરી છે.

દેવ મૂળ મધ્યપ્રદેશના ચંબલનો રહેવાસી છે અને પોતાના બાળપણના ઘાને ભરતી વખતે તે એવા બાળકોના ઘા ભરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે જેમની પાસે કઈ નથી. તે લગભગ 370 બાળકોને ભણાવે છે.

દેવ પ્રતાપે 2004માં 11 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. ટ્રેન દ્વારા ગ્વાલિયર પહોંચો હતો. ખિસ્સામાં 130 રૂપિયા હતા. જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે સ્ટેશન પર કચરો ઉપાડતા બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું. ઉંમર નાની હતી. ડ્રગ્સની લત લાગી ગઈ. ચોરી પણ કરવા લાગ્યો હતો.

નશા માટે પૈસાની જરૂરિયાત વધી અને ચોરી પણ કરવા લાગ્યો હતો. ત્યારપછી પોલીસની કસ્ટડીમાં આવીને જેલ પહોંચ્યા. એક વ્યક્તિએ તેને 15 દિવસ પછી જામીન અપાવ્યા. આ પછી તેણે ગ્વાલિયરમાં જ એક ઢાબામાં વાસણો ધોવાનું કામ કરવાનું શરૂ કર્યું. નજીકમાં એક કોર્પોરેટ હાઉસમાં સવારની ચા લઈ જતો હતો. ત્યાં આવતા જતા અંગ્રેજી શીખ્યો હતો.

પહેલા પગારથી ડ્રેસ ખરીદ્યો
ઢાબાના પહેલા પગારમાંથી વેઈટરનો ડ્રેસ ખરીદ્યો અને ટ્રેન પકડીને ગોવા પહોંચી ગયો. ત્યાં તેણે એક રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં ત્રણ વર્ષ કામ કર્યું. પછી ગ્રેટર નોઈડા આવીને મોબાઈલની દુકાન ચલાવવાનું શરૂ કર્યું. પછી સેલ્સ બોય બન્યો.

45 હજાર કમાણી કરે છે
5મી સુધી ભણેલા દેવ સેલ્સ બોયમાંથી માર્કેટિંગ સુપરવાઈઝર અને હવે પંજાબના એરિયા મેનેજર બન્યો છે. તેમનો પગાર 45 હજાર રૂપિયા પ્રતિ માસ છે. તેમની નીચે કામ કરતા યુવકો એમબીએ પાસ છે. લાંબા સમય પછી તે તેની માતાને મળ્યો. પરંતુ, બીજે જ દિવસે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *