સાળંગપુર કષ્ટભંજનદેવનો આ અલૌકિક ઈતિહાસ તમે ખરેખર નહીં જાણતા હોય, હનુમાનજીને માનતા હોય તો અવશ્ય વાંચજો

સાળંગપુર કષ્ટભંજનદેવનો આ અલૌકિક ઈતિહાસ તમે ખરેખર નહીં જાણતા હોય, હનુમાનજીને માનતા હોય તો અવશ્ય વાંચજો

તમે કષ્ટભંજનદેવનું મંદિર તો જોયું જ હશે. પરંતુ આ મંદિર પાછળનો ઈતિહાસ નહીં જાણતા હોય. શ્રી કષ્ટભંજન હનુમાનજી દેવનું આ મંદિર આજે ખૂબ પ્રખ્યાત છે જે મંદિર ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે. ત્યારે આપણે એના આધ્યાત્મિક ઈતિહાસ વિશે વાત કરીએ ત્યારે જાણીશું કે શા માટે આ મંદિરનું નામ કષ્ટભંજન હનુમાનજી રાખવામાં આવ્યો તેની પાછળનો ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં રહેતા એ ગામમાં એક જ દરબાર જીવા ખાચર પણ હતા જેવો ભગવાનની પૂજા અને ભક્તિ ખૂબ જ કરતા હતા. ત્યારે આ ગામમાં વર્ષો પહેલા ખૂબ જ દુકાળ પડયો હતો જે દુકાળ લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો અહીંના ગામ લોકો ખુબ જ હેરાન થઈ ગયા હતા ત્યારે ગામના એક દરબાર વાઘા ખાચર સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ સ્વામીને મળવા બોટાદ ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચર ખૂબ જ દુઃખી હોય તેમ લાગ્યું ત્યારે તેમણે તેમને પુછતાં કહ્યું કે કેમ આટલો દુઃખી છે.

ત્યારે વાઘા ખાચર એ કહ્યું કે અમારા ગામમાં ત્રણ વર્ષથી એવો દુકાળ પડી રહ્યો છે કે ગામના લોકોની પરિસ્થિતિ કથળી છે એવું સાંભળીને ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચરના ગામની મુલાકાતે ગયા હતાં. આપણે જે હનુમાનજીના દર્શન કરીએ છીએ તેની પહેલાં ત્યાં પાળિયાઓ હતા તેમાંથી સૌથી મોટો પથ્થર હતો. તે હાલમાં જે કષ્ટભંજન દેવની મૂર્તિ છે એ જ પથ્થર હતો ત્યારે વાઘા ખાચરે એ મોટા પથ્થર પર હાથ રાખીને કહ્યું હતું કે સ્વામી આ અમારા બાપાના બાપા છે ત્યારે સ્વામીએ કહ્યું હતું કે આપણે આ જ પથ્થરને હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી તેની પૂજા એવું કંઈક કરશે કે વિશ્વ જોતું રહેશે.

ત્યારબાદ સ્વામીએ ગામમાંથી એક કાના કડિયાને બોલાવીને કહ્યું કે આ પથ્થરમાંથી મસ્ત હનુમાનજીની મૂર્તિ બનાવ ત્યારે કડિયા એ કહ્યું કે હું કેવી રીતે બનાવી શકો ત્યારે સ્વામીએ તેના બંને હાથ તે ક્રિયા પર મૂકીને કહ્યું કે જા તારાથી આ મૂર્તિ સરસ બનશે. ગોપાળાનંદ સ્વામી પોતે આ હનુમાનજીની મૂર્તિને કાગળ પર ચીતરી અને આ મૂર્તિ તૈયાર કરવાનું કહ્યું. મૂર્તિ બનાવતા લગભગ સાડાપાંચ મહિના જેવું થયું હતું. અને 1806ને આસો વદ પાંચમના દિવસે આ મંદિરની સ્થાપના થઈ. આ જોઈને સ્વામિનારાયણ ભગવાનને ખુદ એવું વરદાન આપ્યું કે અહીં જે હનુમાનજી મહારાજ બેસાડાશે એ જીવ પ્રાણી માત્રના કરશે તેથી જ આ મંદિરનું નામ કષ્ટભંજન હનુમાનજી મંદિર રાખવામાં આવ્યું છે. અહીં લોકો દૂર-દૂરથી પોતાના દુઃખ દૂર કરવા માટે હનુમાનજી મંદિરના દર્શનાર્થે આવતા હોય છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને સુખ લઈને પરત ફરશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *