અકસ્માત બાદ ઋષભ પંતના 2 વીડિયો સામે આવ્યા, તે સળગતી કારમાંથી બહાર આવ્યો અને ટ્રક ચાલકોએ તેને ઓળખી કાઢ્યો

અકસ્માત બાદ ઋષભ પંતના 2 વીડિયો સામે આવ્યા, તે સળગતી કારમાંથી બહાર આવ્યો અને ટ્રક ચાલકોએ તેને ઓળખી કાઢ્યો

ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેમની કાર કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ અને બીજી લેનમાં પડી. હાઈસ્પીડ મર્સિડીઝની ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ વારમાં આગનો ગોળો બની ગઈ હતી. સદ્ભાગ્યે, ઋષભ પંત કારમાંથી કાચ તોડીને બહાર નીકળ્યો અને રસ્તાની બાજુએ સૂઈ ગયો. દરમિયાન કેટલાક ટ્રક ચાલકો તેને ઓળખી ગયા હતા. આ અકસ્માત પછીના બે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પહેલો વીડિયો હાઈવે પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. કારને આગનો ગોળો બનતી જોઈને આ વ્યક્તિ વીડિયો બનાવતા તેની તરફ દોડે છે. વીડિયો બનાવનાર વ્યક્તિ રસ્તાના બીજા છેડે એક વ્યક્તિને ગંભીર હાલતમાં જુએ છે. ત્યારે એક ટ્રક ડ્રાઈવર કહે, અરે આ તો ભારતીય ખેલાડી રિષભ પંત છે. બીજા વીડિયોમાં ઋષભ પંત ડ્રાઈવરોની મદદથી ઉભા છે. તેના માથામાંથી લોહી ટપકતું જોવા મળે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *