સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયોએ મચાવી દીધી ધૂમ

સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયોએ મચાવી દીધી ધૂમ

ઘણા લોકો એવું માને છે કે પૈસા હોય તો જ ખુશીઓ મળે છે. પરંતુ ના, એવુ નથી. જ્યારે તમે દરેક નાની નાની વાતે ખુશ થવાનુ શીખી જાઓ છો ત્યારે ખરેખર તમે ખુશ હોવાની લાગણી થાય છે. આવા સમયે વળી પરિવારનો સાથ મળે એટલે જાણે કે સોનામાં સુગંધ ભળી. પરિવારમાં સાથે રહીએ તો કોઇ પણ પરિસ્થિતિમાં હસવાનો મોકો મળી જાય છે. જો કે હા એકવાત છે કે, ખુશીઓ આપોઆપ નથી મળતી,. ખુશીઓ શોધવાની હોય છે. જીવનમાં જરુરી નથી કે દરેક વસ્તુ આપણને મળે, પરંતુ જે આપણી પાસે છે તેમાં જ જો આપણે ખુશ રહેતા શીખી જઇએ તો કોઇ વ્યક્તિમાં તાકાત નથી કે તે આપણને દુઃખી કરી શકે. ખુશી પૈસાથી નહિ પણ પરિવારથી મળે છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ખુશમિજાજી બાળક સેકન્ડ હેન્ડ સાઇકલ જોઇને ખુશ થઇ જાય છે અને ખુશીઓની તમામ સીમા વટાવી દે છે.

પપ્પાની સેકન્ડ હેન્ડ સાઇકલ જોઇને ઝૂમી ઉઠ્યો બાળક
આઇએએસ અવનીસ શરણે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લખ્યું છે કે આ એક સેકન઼્ડ હેન્ડસાઇકલ છે. તેના ચહેરા પર ખુશીઓ તો જુઓ. જાણે કે નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી હોય. આ વીડિયો વિશે જાણીએ તો શરુઆતમાં એક ઝૂંપડી સામે જૂની સાઇકલ ઉભેલી જોવા મળે છે. અને એક વ્યક્તિ સાઇકલ પર ફુલની માળા ચઢાવીને જળ ચઢાવે છે. તો બીજી તરફ આ જોઇને એક બાળક ખુશીથી ઝૂમી ઉઠે છે. બાળક તાળી પાડતો પાડતો ખુશી ખુશી આ પળને માણી રહ્યો છે. આ દ્રશ્યો જોઇને કહી શકાય કે જૂની તો જૂની, પણ સાઇકલ આ પરિવાર માટે કેટલી મહત્વની છે. તે પિતા અને પુત્ર જ જાણે છે.

લાખો લોકો પસંદ કરી રહ્યા છે આ વીડિયોને
સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. આ વીડિયો લોકોના મનને સ્પર્શી ગયો છે. વીડિયો જોઇને કમેન્ટ્માં યુઝર્સ ગરીબ અને અમીરનો તફાવત જણાવી રહ્યા છે તો કોઇ આ વીડિયો જોઇને બાળકની ખુશી અને લાગણીને માન આપી રહ્યા છે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *