હવેથી ગુજરાતમાં સ્કૂલ માટે ખાનગી વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય, કરવું પડશે આ નિયમોનું પાલન

હવેથી ગુજરાતમાં સ્કૂલ માટે ખાનગી વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય, કરવું પડશે આ નિયમોનું પાલન

વેકેશન બાદ આગામી અઠવાડિયામાં 13 જુનથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, શાળાઓ ખુલી રહી છે. ત્યારે હવે સ્કૂલવર્ધી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે હવે શહેર પોલીસ અને આરટીઓ પણ હરકતમાં આવી ગયું છે. સ્કૂલવર્ધી વાહનોમાં બાળકોને જીવના જોખમે ઘેંટા-બકરાની જેમ ભરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલવર્ધી વાહનોએ RTOના નિયમોનો અમલ કરવો પડશે. સ્કુલ વર્ધી માટે ખાનગી વાહનનો ઉપયોગ નહીં કરી શકાય.

આ સિવાય CNG કિટ પર પાટિયું રાખીને બાળકોને નહીં બેસાડી શકાય. આ નિયમોનું ભંગ કરનારા વાહનને સ્થળ પર જ ડીટેઈન કરી લેવામાં આવશે. ખાનગી વાહનોને સ્કુલના બાળકોને બેસાડીને સ્કૂલવર્ધી માટે વાપરવામાં આવશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોનો ભાનન કરનાર વાહન ચાલક અને માલિક સમ કાર્યવાહી કરવામાં આવશે. આવા વાહનોને રસ્તા પર જ ડીટેઈન કરી લેવામાં આવશે. જો રસ્તા પર જ વાહનને ડીટેઈન કરવામાં આવે ત્યારે તેમાં બાળકો હશે તો તેમના માટે બાળકોને સ્કુલે કે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

પોલીસ અધિકારીઓ સ્કૂલ સંચાલકો સાથે મિટિંગ કરશે

શાળાઓ 13 જૂનથી શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન થાય છે કે કેમ એનું ધ્યાન રાખવાની જવાબદારી શાળા સંચાલકોની છે. આ માટે પોલીસ અધિકારીઓ આગામી 11 જૂને શાળા સંચાલકો સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે મિટિંગ પણ કરશે અને આ મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. આમ છતાં જો નિયમોનું પાલન કરવામાં ચૂક થઈ કે લાપરવાહી થઈ તો કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધી વાહનો છે. સ્કૂલવર્ધીની રિક્ષામાં વાહનચાલક સાથે 12 વર્ષથી ઓછી ઉંમરના 6 બાળકો અને વાનમાં 12 બાળકોને બેસાડવાની મંજૂરી છે. આના કરતા વધુ બાળકોને બેસાડવામાં આવશે તો પણ વાહન રસ્તા પર જ ડીટેઈન કરી લેવામાં આવશે. આ વાહનો માટે સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. બાળકોને જીવના જોખમે બેફામ વાહન હંકારતા સ્કુલ વર્ધીના વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે હાઈકોર્ટે પણ અગાઉ કડક વલણ અપનાવ્યું હતું, જેથી હવે આ મામલે શાળાઓ ખુલ્યા પછી નિયમોનું પાલન ન કરતા સ્કૂલવર્ધીના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *