ગુજરાતી લોકપ્રિય સિંગર રાજલ બરોટને મળ્યો મનનો માણીગર, જુઓ તેના સગાઇના ન જોયેલા ફોટા
ગુજરાતનો વારસો ગુજરાતની સંસ્કૃતિ અદ્ભૂત છે અને એમાં પણ ગુજરાતનુ લોકસંગીત પ્રખ્યાત છે ત્યારે લોકસંગીતના વારસાને જાળવી રાખવામાં લોકગાયક અને લોકગાયિકાનો ફાળો રહેલો છે. લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધવા જઈ રહીએ છે. પરિવારની 3 બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટ લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, 20 મેના રોજ રાજલની સગાઈ થઈ છે.
રાજલ બારોટનું પહેલું ગીત
રાજલે જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે જાણીતી બની ગઈ છે.
રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે
પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે ગાવીની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતની જાણીતી સિંગર બની ગઈ છે. રાજલ બારોટ સિલ્વર યુટ્યુબનું બટન પણ જીતી ચૂકી છે. રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સના 5 મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે.
View this post on Instagram
રાજલે ત્રણ બહેનોનું કર્યું કન્યાદાન
રાજલ બારોટને ભાઈ નથી, ચાર બહેનો છે તેથી આ ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો હતો. રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું.
https://www.instagram.com/reel/C7L7-WzstDE/