એક બા માટે દેવદૂત બનીને આવ્યાં પોપટભાઈ, રડતા ચહેરાના જીવનમાં આપી ખુશી કે સૌ કોઈ લોકો પ્રસંશા કરી રહ્યા

એક બા માટે દેવદૂત બનીને આવ્યાં પોપટભાઈ, રડતા ચહેરાના જીવનમાં આપી ખુશી કે સૌ કોઈ લોકો પ્રસંશા કરી રહ્યા

ગુજરાતમાં ખૂણે ખૂણે લોકોની મદદ કરતા પોપટભાઈને આજે દરેક લોકો ઓખળે અને તેઓ આજે લોકો માટે ભગવાન બનીને પૃથ્વી પર આવ્યાં હોય તેમ લોકોની મદદ કરે છે. જે કોઈ લોકોને જરૂર પડે તેઓ પહેલા પોપટભાઈનો સંપર્ક કરે તો પોપટભાઈ દોડતા આવે. પોપટભાઈ એવો એક ચહેરો બની ગયા છે જેમણે અનેક લોકોની વ્યારે ગયા છે. રડતા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. ગરીબ લોકોની પીડા સાંભળીને પોપટભાઈની ટીમે પ્રસંશનીય કાર્ય કર્યા છે. આજે એક એવા બાની વાત કરવાના છીએ જેઓ સાવ એકલા રહે છે જેમની મદદે પોપટભાઈ આવ્યાં છે. #દેવદૂત

પતિના અવસાન બાદ એકલા રહેતા બા વાત કરતા કહે છે મારા દીકરા છે તો પણ મારે એકલું રહેવું પડે છે. પોતાની વેદના જણાવતા અને રડતા રડતા જણાવે છે મારા દીકરાની વહૂ બેડ પર પગ રાખું તો પણ મારા પર ગુસ્સે થાય છે. પછી તેના દીકરાની વહૂ વિશે કહ્યું કે તેઓ મારી સાથે જમવામાં ખરાવ વ્યવહાર કરે અને સાથે એમ પણ તેની પુત્રવધૂ કહે છે કયાંય રહેવા જતાં રહો તેમ બા જણાવતા રડવા લાગ્યાં. આવી વહૂ તો કોઈને ના હોય. પછી બીચારા એકલા રહેતા મજબૂર થયાં તો તેમણે ઘર ચલાવવા માટે સાડી અને લોજમાં વાસણ સાફ કરવાનું કામ કરીને પોતાનું ઘર ચલાવત થયાં. દીકરા હોવા છતાં તરછોડ દીધા બા પોતાના એવી એવી વેદના જણાવી કે પોપટભાઈ પણ જાણીને દંગ રહી ગયાં.

બાની મદદ કરવા આવેલા પોપટભાઈ લોકોને વિંનતી કરે છે માઁ તરછોડ છો અને તેમને બટક રોટલાની જરૂર હોય છે તો તમને સાચવીને રાખો. માઁ તો માઁ હોય છે તેમના દીકરાને ઉછેરવા માટે માવતરે ખૂબ મહેનત કરી હોય છે રાત-દિવસ સંઘર્ષ કરીને મોટા કર્યાં હોય તો જ્યારે તમને દીકરાની જરૂર હોય ત્યારે માઁને સંભાળવા જોઈએ. તો પોપટમાં ટીમે તેમના દરેક સામાન આપ્યો તેમની વેદના સાંભળીને કહ્યું અમે તમારા દીકરા છીએ તમારી તમામ મદદ કરવા તૈયારી છીએ એવી પોપટભાઈએ દીકરો બનીને ખાતરી આપીને તેમને સામના લઈને આપ્યાં બાના ચહેરા પર સ્મિત લાવી દીધું.

મિત્રો જણાવી દઈએ કે પોપટભાઈ અને તેમની ટીમ આવી રીતે રોડ પર પછી જે લોકો અપંગ છે તેને લોકોની મદદ દ્વારા સ્ટોલ બનાવી આપે છે. હંમેશા એક સંદેશ લઈને આગળ વધતા પોપટભાઈ કહેતા હોય કે માણસ છીએ કોઈ ધર્મ કે જ્ઞાતિ જોયા વગર માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ આ જ તેમનો ઉદેશ્ય છે અને આમ તેમણે અનેક બેઘર લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોચાડ્યાં છે. આજે પોપટભાઈ સમગ્ર ગુજરાત સેવાભાવી કાર્યથી જાણીતું નામ બની ગયું છે. સાથે સાથે જ પોપટભાઈએ આજે અનેક બહેનામાં ભાઈ બનીને ઘણી મદદ કરી છે, જે બહેન ગરીબ છે અને સિલાઈ કામ કરવામાં માંગતા હતાં તેમને સિલાઈ મશીન પણ આપ્યાં છે. આમ પોપટભાઈ ગરીબ સહારો બન્યાં છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *