એક સમાચારે આ પોલીસ કર્મીનું જીવન જ બદલી નાખ્યું, જીવનદાન દ્વારા આટલા હજારો લોકોના બચાવ્યા છે જીવ

એક સમાચારે આ પોલીસ કર્મીનું જીવન જ બદલી નાખ્યું, જીવનદાન દ્વારા આટલા હજારો લોકોના બચાવ્યા છે જીવ

દરેક વ્યક્તિનો જીવન જીવવાનો એક હેતુ હોય છે, પછી ભલે તે ગમે તે હોય, જેમ વ્યક્તિના જીવનનો ઉદ્દેશ્ય અમીર બનવાનો હોય છે, તો તેવી જ રીતે જીવનનો હેતુ બીજાનું ભલું કરવાનો હોય છે. આવી જ એક પોલીસ કોન્સ્ટેબલની કહાની છે જેનું જીવન છાપામાં છપાયેલા સમાચારથી બદલાઈ ગયું. છાપામાં છપાયેલા એક સમાચારે એ કોન્સ્ટેબલનું જીવન જ બદલી નાખ્યું.

અમે વાત કરી રહ્યા છીએ ભિવાનીના રહેવાસી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્ર ધારીવાલની. તેઓ જણાવે છે કે હું એક સમાચારથી હચમચી ગયો હતો, તે અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા કે જ્યારે રોડ અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે ડોક્ટરે કહ્યું કે તેનું ઘણું લોહી વહી ગયું છે, તેથી તેને વધુ લોહીની જરૂર છે.

ઘાયલ યુવકની સારવાર માટે પૂરતા પ્રમાણમાં લોહીની વ્યવસ્થા થઈ શકી ન હતી અને અંતે યુવકે લોહીના અભાવે જીવ ગુમાવ્યો હતો. આ સમાચારે મને હચમચાવી નાખ્યો. આ ઘટના પછી મારા મનમાં હંમેશા આ જ વિચાર આવતો હતો કે તેણે શું કરવું જોઈએ જેથી લોકોને મદદ મળી શકે. તે દરમિયાન મેં મારા એક મિત્ર અમિત ફોગાટ સાથે આ યુવકની ઘટના જણાવી. ત્યારથી મેં નક્કી કર્યું કે જીવનમાં તેનું એકમાત્ર લક્ષ્ય જીવન બચાવવાનું છે તેમ રવીન્દ્ર સાહેબે કહ્યું હતું.

વધુંમાં તેઓ જણાવે છે કે જીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે મેં જીવનદાયિની જૂથની શરૂઆત કરી, હાલમાં જીવનદાયિનીમાં 1200 રક્તદાતાઓ છે જેમાંથી 700થી વધુ દિલ્હી પોલીસના જવાનો છે. આ સેનાની સાથે હરિયાણા જેવા રાજ્યોના સૈનિકો અને લોકોની મદદ કરવાની ભાવના ધરાવતા સુરક્ષા એજન્સીઓના સૈનિકો જોડાયેલા છે. તેઓ આગળ જણાવે છે કે દિલ્હી પોલીસના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈને તત્કાલિન પોલીસ કમિશનર અસ્થાનાએ 14 જૂને જીવનદાયિનીની સત્તાવાર શરૂઆત કરી હતી, આ ગ્રુપના 75 રક્તદાતાઓને સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રવીન્દ્ર સાહેબ જણાવે છે કે જીવનદાયિની ઓફિશિયલ લોન્ચ થયા પછી પણ હું તેને ઓપરેટ કરવાનું કામ સંભાળું છું, જ્યારે તેની દેખરેખ કરવાનું કામ પોલીસ કરે છે. જીવનદાયિની જૂથ ઘણા રાજ્યોમાં રક્તદાન કરીને વિવિધ દર્દીઓને મદદ કરી રહ્યું છે જેમાં કેન્સર, કોવિડ, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોથી પીડિત દર્દીઓનો સમાવેશ થાય છે. આજકાલ જ્યાં પોલીસ સમયસર પહોંચી શકતી નથી ત્યાં ફોન આવતા જ આ ગ્રુપ બ્લડ ડોનેટ કરવા પહોંચી જાય છે તેમ રવીન્દ્ર સાહેબે જણાવ્યું હતું.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *