PM Kisan Yojana / ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: PM કિસાન યોજનાનો વધી શકે હપ્તો!, સરકારે આપ્યા સંકેત

PM Kisan Yojana / ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: PM કિસાન યોજનાનો વધી શકે હપ્તો!, સરકારે આપ્યા સંકેત

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક્શન મોડમાં આવી છે. વાસ્તવમાં સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ પીએમ કિસાન યોજનાનું મૂલ્યાંકન કરવાની યોજના બનાવી છે. નીતિ આયોગ સાથે જોડાયેલ ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન ઓફિસએ આ યોજનાના મૂલ્યાંકન માટે બિડ મંગાવી છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો સરકારી ખજાનામાં દર વર્ષે 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

હેતુ શું છે

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે તેનો હેતુ એ મૂલ્યાંકન કરવાનો છે કે યોજનાએ ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને કેટલી હદ સુધી પૂરી કરી છે. આ સાથે કૃષિ આવક પર તેની કેટલી અસર પડી? એ પણ સમજવા માટે કે ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરએ ખેડૂતો માટે આદર્શ અભિગમ છે કે નહીં. અધિકારીએ કહ્યું યોજનાઓના મૂલ્યાંકનનો સમયગાળો છ મહિનાનો રહેશે. ટોચના 17 રાજ્યો સહિત 24 રાજ્યોના ઓછામાં ઓછા 5000 ખેડૂતોને યોજનાના મૂલ્યાંકન માટે સર્વેમાં સામેલ કરવામાં આવશે. લગભગ 95% પીએમ કિશાન લાભાર્થી છે. તમને જણાવી દઈએ કે 2022-23માં આ યોજનાના કુલ 10 કરોડ 71 લાખ લાભાર્થીઓ હતા.

પીએમ કિસાન એક કેન્દ્રીય DBT યોજના છે, જે હેઠળ સમગ્ર દેશમાં તમામ જમીનધારક ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારે 2024-25માં આ યોજના માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરી છે, જે છેલ્લા નાણાકીય વર્ષના બજેટ અને સુધારેલા અંદાજની બરાબર છે.

17મા હપ્તાની રાહ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવો અંદાજ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ખેડૂતોને આ યોજના હેઠળ હપ્તાના પૈસા જલ્દી મળી જશે. વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16 હપ્તાઓ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધી આ સ્કીમના હપ્તામાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ હવે જ્યારે તેનું મૂલ્યાંકન થશે ત્યારે તેમાં વધારો થઈ શકે છે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *