આરોગ્યનું રાખો ખાસ ધ્યાન: હાડકાંને સાવ નબળા પાડે છે તમારી જ આ ચાર ખરાબમાં ખરાબ આદત, જેને આજે બદલી નાંખો

આરોગ્યનું રાખો ખાસ ધ્યાન: હાડકાંને સાવ નબળા પાડે છે તમારી જ આ ચાર ખરાબમાં ખરાબ આદત, જેને આજે બદલી નાંખો

શરીરને સ્વસ્થ રાખવા માટે હાડકાંનુ મજબૂત રહેવું ખૂબ જરૂરી હોય છે. જો હાડકાં નબળા પડશે તો સ્પષ્ટ છે કે તેનાથી અનેક તકલીફો પેદા થશે. ઉઠવુ-બેસવું, ઉભા થવું અને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી શકે છે. જો હાડકાં મજબૂત રહેશે તો તેનાથી સાંધામાં દુખાવો, પીઠમાં પીડા થવા વગેરે ખતરા પણ ઘટવા લાગે છે. જોકે આજકાલની ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાની હેલ્થ પર ધ્યાન નથી આપી શકતા અને સ્વાસ્થય સંબંધી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે, જેમાં હાડકાં સહુથી વધું નબળા પડવા લાગે છે. ઓસ્ટિયોપોરોસિસ હાડકાંથી જોડાયેલી એક ગંભીર બીમારી છે, જેમાં હાડકાં કમજોર પડી જાય છે અને તેના લીધે ફ્રેક્ચરનો ખતરો વધે છે, આ બીમારીના કારણ હાડકાના ધનત્વમાં કમી આવે છે, જેથી તેની તૂટવાની શક્યતા વધું રહે છે. પરંતુ હાડકાંના નબળા પડવાની સમસ્યા દૂર પણ કરી શકાય છે જેના માટે અમુક ટેવો બદલવી જરૂરી છે.

વ્યાયામ અથવા કસરત કરવી
શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે વ્યાયામ કરવું ખૂબ જરૂરી હોય છે, પરંતુ આજના સમયમાં લોકો સૌથી વધું બેઠ્યા જ રહે છે. પછી તે ઓફિસ પર હોય કે ઘરે. તેના અસર હાડકાં પર પણ પડે છે. હંમેશા બેસતુ રહેવું અને વ્યાયામા ન કરવાથી હાડકાંઓનું આકાર બગડી જાય છે અને તે નબળો પડવા લાગે છે. એટલા માટે જરૂરી છે કે આદતને બદલો અને નિયમિત રીતે વ્યાયામ કરો.

અત્યંત વજન ઘટાડવું
આજના સમયમાં લોકો વજન ઘટાડવા પર ખાસ કરીને ધ્યાન આપી રહ્યાં છે. આ સારૂ પણ હોય છે, પરંતુ વજનનું સામાન્ય હોવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે જો તમીએ વધું વજન ઘટાડ્યું તો તેનો હાડકાં પર અસર પડે છે. અત્યંત વજન ઘટી જવાથી પણ ઓસ્ટેયોપોરોસિસ થવાનો ખતરો વધી જાય છે. એટલા માટે તમારૂ વજન વધું છે તો ઘટાડો, પરંતુ સામાન્યથી વધું નહીં. આ માટે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

તડકો ન લેવો
શું તમે પણ હંમેશા તડકાથી બચો છો અને છાયામાં રહેવાનું પસંદ કરો છો? તો જાણી લો કે આ ટેવ તમારા હાડકાંને કમજોર બનાવી શકે છે. વાસ્તવમાં, વિટામીન ડીની કમીથી હાડકાં નબળા પડે છે અને વિટામીન ડી તમને તડકાથી મળે છે. એટલા માટે તમારા હાડકાંને મજબૂત કરવા માટે એ જરૂરી છે કે તમે નિયમિત રીતે 15-20 મિનીટ સવારનો હળવો તડકો લો.

મીઠાનું વધું સેવન કરવું
ઘણાં લોકોની એવી ટેવ હોય છે કે તે ભોજન ઉપરથી પણ મીઠાનો સ્વાદ માણે છે, એટલે વધું પ્રમાણમાં મીઠાનું સેવન કરે છે. જો તમે પણ આવું કરો છો તો સાવચેત થઈ જાઓ. કારણ કે મીઠાનું વધારે સેવન હાડકાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી દે છે. જેનાથી હાડકાં નબળા થવા લાગે છે અને તેનો ફ્રેક્ચર થવાનો ખતરો વધી જાય છે. એટલા માટે આ ટેવને જેટલી જલ્દી બને બદલી નાંખો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *