આસો નવરાત્રિના પ્રથમ નોરતે ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 9 બાળકીઓએ લીધો જન્મ

આસો નવરાત્રિના પ્રથમ નોરતે ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 9 બાળકીઓએ લીધો જન્મ

ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે હોસ્પિટલમાં નવ દીકરીઓનો જન્મ થયો. તાજેતરમાં જ હોસ્પિટલ ખાતે નવી બિલ્ડિંગ ચાલુ કરવામાં આવી છે. જેમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ અલગ કરવામાં આવ્યો છે. ડૉ. ચિરાગ ઠૂંમરે પણ અગાઉ જટિલમાં જટિલ ઓપરેશનને પાર પાડ્યું છે.

ત્યારે ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 11 ડીલેવરીઓ કરાવવામાં આવી હતી. જેમાં 2 દીકરાઓ અને 9 દીકરીઓ હતી. આસો નવરાત્રિના પ્રથમ નોરતે જાણે એવું લાગતું હતું કે, હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો.

ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે. જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતના ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે. તેમજ આ 11 બાળકોના માતા-પિતાએ ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુંમરને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *