આ મહિલાએ ‘કાગળની બોટલ’ બનાવીને દુનિયાને પ્લાસ્ટિક બોટલનો વિકલ્પ આપ્યો

આ મહિલાએ ‘કાગળની બોટલ’ બનાવીને દુનિયાને પ્લાસ્ટિક બોટલનો વિકલ્પ આપ્યો

પ્લાસ્ટિક વિના તમે તમારું જીવન જીવી શકતા જ નથી. જો આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દઈએ તો પણ આપણને કોઈને કોઈ રીતે પ્લાસ્ટિક મળી જ રહેશે. આનાથી કોઈ માનવી બાકી રહી નથી શકતો. પૃથ્વી પર દરરોજ અનેક ટન પ્લાસ્ટિક એકઠું થઈ રહ્યું છે અને હજુ સુધી તેનો કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.

2018-2019ના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 3.3 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકઠા થાય છે. દુનિયામાંથી પ્લાસ્ટિક ઘટાડવાનું મિશન માથે લઈને નોઈડાની એક મહિલાએ કંઈક એવું કર્યું છે જે આખી દુનિયા માટે રામબાણ છે. સમીક્ષા ગનેડીવાલ નામની મહિલાએ કાગળની બોટલ બનાવી છે જે 100% બાયોડિગ્રેડેબલ છે. સમીક્ષાનું કહેવું છે કે ‘કાગઝી બોટલ્સ’ વિશ્વની પ્રથમ એવી બોટલ છે જે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે.

કોલેજનો પ્રોજેક્ટ કરતી વખતે આઈડિયા આવ્યો
ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં સમીક્ષાએ ખુલાસો કર્યો કે તેના કોલેજના દિવસો દરમિયાન તે પ્લાસ્ટિકની થેલીઓને બદલવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. સમીક્ષા પોતે પણ તેના જીવનમાંથી પ્લાસ્ટિક ઘટાડવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેને બીજો કોઈ વિકલ્પ મળ્યો નહોતો. આ સમય દરમિયાન તેણે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાનું કામ કરવાનું મન બનાવ્યું.

2016 માં ઉભી કરી પોતાની કંપની
સમીક્ષાએ વિઝનન જ્યોથિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું છે. આ પછી તેણે હૈદરાબાદ નોઈડાની ઘણી MNCમાં કામ કર્યું. 2016માં સમીક્ષાએ પેકેજિંગ સોલ્યુશન્સની પોતાની કંપની શરૂ કરી અને પ્લાસ્ટિક બોટલનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું.

વૈજ્ઞાનિકો અને પ્રોડક્ટ ડિઝાઇનર્સથી લીધી સલાહ
સમીક્ષાને પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવામાં રસ હતો, પરંતુ તેની પાસે આ ક્ષેત્ર વિશે વધુ માહિતી નહોતી. પોતાના સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે તેણે ઘણા વૈજ્ઞાનિકો, પ્રોડક્ટ ડિઝાઇનર્સની મદદ લીધી.

“શરૂઆતમાં સૌથી મોટો પડકાર યોગ્ય મશીનરી શોધવાનો હતો. બજારમાં જઈને મશીન ખરીદવું, આ પરિસ્થિતિમાં આવું કંઈ જ શક્ય નહોતું. અમારે મશીન બનાવવું પડ્યુ. પ્રોજેક્ટમાં મદદ કરનારા યોગ્ય લોકોને શોધવા પડ્યા. ”

પારદર્શક બોટલની લોકોની ટેવ
કાગઝીની બોટલને લોકોમાં લોકપ્રિય બનાવવી એ પણ એક અઘરો પડકાર હતો. સમીક્ષાએ સૌપ્રથમ બ્રાઉન કલરની બોટલો તેના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓને બતાવી. લોકોને પારદર્શક બોટલ જોવાની આદત પડી ગઈ હતી. ધીમે ધીમે લોકો સમીક્ષાના અભિયાનની ગંભીરતા અને જરૂરિયાતને સમજવા લાગ્યા.

ભારતમાં બનાવેલ છે
સમીક્ષાએ આ બ્રાઉન રંગની બાયોડિગ્રેડેબલ બોટલ ભારતમાં બનાવી હતી અને તે તેનું નામ દેશી રાખવા માંગતી હતી. બોટલ કાગળની બનેલી હતી, તેથી સમીક્ષાએ કંપનીનું નામ પણ ‘કાગઝી બોટલ્સ’ રાખ્યું. આ કાગળની બોટલો બનાવવા માટે હિમાચલ પ્રદેશની એક કંપની કાગળ આપે છે. પ્લાસ્ટિક ફ્રી બોટલને બનાવવામાં 2 દિવસ લાગે છે અને તેમાં કંઈપણ પ્રવાહી, પાવડર સ્ટોર કરી શકાય છે. સમીક્ષાની કંપની દર મહિને 22 લાખ બોટલ બનાવે છે અને એક બોટલની કિંમત 19 રૂપિયાથી 22 રૂપિયા સુધીની છે. સમીક્ષાના આ પ્રયાસથી દેશમાં તેમજ વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *