આ મહિલા લોકોને માટીના વાસણોમાં ભોજન લેવા પ્રેરીત કરીને કરી રહ્યા છે ઉમદા કાર્ય

આ મહિલા લોકોને માટીના વાસણોમાં ભોજન લેવા પ્રેરીત કરીને કરી રહ્યા છે ઉમદા કાર્ય

ઉનાળીની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સિઝનમાં માણસથી લઈને મુંગા પક્ષી-પ્રાણી સૌ જીવને પાણીની ખૂબ જરૂર હોય છે. આવા સમયે ઘણાં ઉદાર લાગણી ધરાવતા લોકો સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે અને પાણીની એક બુંદ આપીને સૌ કોઈનો જીવન બચાવતા હોય છે. આકરા તાપમાનમાં ગરીબ લોકોને ઠંડુ પાણી મળતું ન હોય અને તેની જરૂરિયાત મુજબ જીવન જીવતા હોય છે. આ ઋતુમાં માટલાનું ઠંડુ પાણી પીવું શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે, જો માટલાનું પાણી ગરીબ લોકોને મળી જાય તો જાણે તેને અમૃત જળ મળ્યું હોય એવું અહેસાસ થાય.

ત્યારે એક મહિલા લોકોને કાળા અને માટીના માટલાનું પાણી પીવા અન્ય લાલ માટીના વાસણમાં રસોઈની વસ્તુનો ઉપયોગ કરવા માટે અને પર્યાવરણ સારૂ રહે તેવા હેતુથી લોકોને માટીના માટલાનું પાણી પીવા અને માટીના વાસણમાં ભોજન લેવા પ્રેરણા આપી રહ્યાં છે.

સુરત જિલ્લાના ચૌયાસી તાલુકાના ધર્મીષ્ઠાબેન પ્રજાપતિ પોતાના સખી મંડળ દ્વારા સામાન્ય નાગરિકને પ્રકૃતિ તરફ પાછા વાળવા અને પર્યાવરણની સેવા કરવા લોકોને કાળી માટીના વાસણોમાં ભોજન લેવા પ્રેરીત કરી રહ્યા છે.

તેઓ જણાવે છે કે,”માટીના પાત્રોમાં પકાવવામાં આવતું ભોજન અત્યંત સ્વાદિષ્ટ હોવાથી કુદરતી મીઠાશ આપે છે. કાળી માટીના વાસણો તેમજ અન્ય સેવાકિય અને આર્થિક પ્રવૃત્તિ તેઓ રાજ્ય સરકારની “ મિશન મંગલમ યોજના” હેઠળ સુવ્યવસ્થિત ચલાવી રહ્યા છે. જેમાં મિશન મંગલમ યોજનાની સાથોસાથ નેશનલ અર્બન તેમજ રૂરલ લાઈવલીહૂડ મિશન યોજનાનું પણ અમલીકરણ કરવામાં આવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *