કમાણીનો આટલો ભાગ દાન કરવાથી ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર, માતા લક્ષ્મીજી પણ રહેશે અતિ પ્રસન્ન

કમાણીનો આટલો ભાગ દાન કરવાથી ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર, માતા લક્ષ્મીજી પણ રહેશે અતિ પ્રસન્ન

વ્યક્તિ ખૂબ જ મહેનત કરીને કમાણી કરે છે, જેનાથી જીવન વ્યાપન કરે છે. આ પૈસાથી દાન પુણ્ય કરવા વિશે જણાવવામાં આવ્યું છે. જે લોકો દાન કરતા નથી, તેઓ કમાણી કરે તેમ છતાં નાણાંનો અભાવ લાગે છે. કમાણી કરવા છતાં પૈસા ટકતા નથી અને બિનજરૂરી ખર્ચાઓ થયા કરે છે.

દાન કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત

કમાણીના 10મા ભાગનો હિસ્સો દાન કરવો જોઈએ. કમાણીનો 10મો ભાગ શુભ કાર્યો તથા મંદિરમાં દાન કરો છો તો પરિવારનું ભરણ પોષણ કર્યા પછી જ દાન કરવું. પરિવારને કષ્ટ આપીને દાન કરવાનું ફળ પ્રાપ્ત નથી.

શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ઘર બોલાવીને દાન આપવું તે દાન માનવામાં આવતું નથી, સ્વયં જઈને દાન આપવું જોઈએ.

માનવામાં આવે છે કે, દાન કરતા સમયે તે વ્યક્તિના કાન ભરવામાં આવે અથવા દાન કરવાથી રોકવામાં આવે તો તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. બ્રાહ્મણ અને ગાયની સેવા માટે આપવામાં દાનને મહાદાન માનવામાં આવે છે.

સમ્માનપૂર્વક બે હાથથી દાન આપવામાં આવે તે દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રાહ્મણને દાન આપતા સમયે સામર્થ્ય અનુસાર સંકલ્પ લેવો જોઈએ. દાન કર્મમાં વિધિપૂર્વક દાન કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે.

પિતૃ નિમિતે દાન આપતા સમયે હાથમાં તલ રાખવા જોઈએ. દેવતા નિમિત્તે દાન આપતા સમયે હાથમાં ચોખા હોવા જોઈએ. પિતૃ અને દેવતા ખુશીથી દાન સ્વીકારીને આશીર્વાદ આપે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે.

વસ્ત્ર, કન્યા અને ગૌદાનને ઉત્તમ માનવામાં આવે છે. આ તમામ દાન પરિવારની સાથે રહીને કરવું જોઈએ, જેથી આવકમાં વૃદ્ધિ થાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *