કચ્છના કબરાઉમાં આવેલું મા મોગલનું ધામ, ભક્તો પાસેથી એકપણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી પરંતુ….

કચ્છના કબરાઉમાં આવેલું મા મોગલનું ધામ, ભક્તો પાસેથી એકપણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી પરંતુ….

ભુ જથી ૭૦ કિમીના અંતરે કબરાઉ મોગલધામ આવેલું છે. અહીં મા મોગલ હાજરાહજૂર વડની નીચે બિરાજમાન છે. તેમને વડવાળી મા મોગલ પણ કહેવામાં આવે છે. ત્યાં રસ્તા પર પસાર થાઓ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ ‘મા’ના દર્શન થઈ જાય છે. ત્યાં મણીધર બાપુ માની સેવા કરે છે. બાપુના કહેવા પ્રમાણે એક વખત નાગણીએ બાપુને ડંખ માર્યો એ પોતે મા મોગલ હતાં.

આ પણ વાંચો : મોગલ માએ લખી નાખ્યુ આ ભાગ્યશાળી રાશિનું નસીબ, દુ:ખના દિવસ ગયા બસ હવે તેને થશે લાભ જ લાભ

બાપુનું કહેવું હતું કે હું પુરાવા વગર માનતો નથી. હું અંધશ્રદ્ધાનો વિરોધી છું પછી માતાજીએ બાપુને કહ્યું દીકરા હું એવા માણસને ગોતું છું જે મને જાગૃત કરે. અહીં દેશ-વિદેશથી ભક્તો માનાં દર્શન માટે આવે છે. લાપસીનો પ્રસાદ ધરાવાનો પણ વિશેષ મહિમા છે. કહેવાય છે કે માને લાપસી બહુ પ્રિય છે. કબરાઉમાં ‘અન્નક્ષેત્રની’ સેવાઓ પણ ઉપલબ્ધ છે. દર મંગળવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કહેવાય છે કે મા ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અહીં આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી

આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ તરી આવે છે. ત્યાં એક પણ પૈસાનું દાન સ્વીકારાતું નથી. ત્યાં સેવા કરતા બાપુ કહે છે કે દાન તો દીકરીને જ અપાય. મંદિરમાં પ્રવેશતાંની સાથે મનથી શાંતિનો અનુભવ થાય છે. આ મંદિર માટે એવું પણ કહેવાય છે કે અહીં માતાના શરણે આવનાર કોઈ પણ ભાવિભક્તો ખાલી હાથે પાછાં જતા નથી.

મા મોગલ સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે. માએ નિસંતાનને ત્યાં પારણું બંધાવ્યું છે, જેની સાબિતી ત્યાંની દીવાલો પર નાનાં ભૂલકાંઓના ફોટો લગાવવામાં આવ્યા છે તેના પરથી મળે છે. આઇ મોગલ માના અનેક સ્થાને બેસણાં છે જે મોગલધામ તરીકે ઓળખાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *