IPL AUCTION 2025માં 10 ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ, સૌથી મોંઘા બે ખેલાડી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો. મેગા ઓક્શનના પ્રથમ દિવસે ખેલાડીઓની બોલી લાગી હતી. શરૂઆતના 7 ખેલાડીઓ પર જ કૂલ 120 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.રિષભ પંત અને શ્રેયસ અય્યરે મળીને જ 53.75 કરોડ મેળવ્યા હતા. જ્યારે વેંકટેશ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
પ્રથમ દિવસે વિકેટ કીપર રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
આ પહેલા પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને શ્રેયસ અય્યરને ખરીદ્યો હતો. શ્રેયસ અય્યર IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ રીતે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તૂટી ગયો હતો. મિશેલ સ્ટાર્ક 2023ની સિઝનમાં કોલકાતાની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ખેલાડીનું નામ |
કઇ ટીમે ખરીદ્યા |
કેટલામાં ખરીદ્યા |
રિષભ પંત | લખનૌ સુપરજાયન્ટ્સ | 27 કરોડ |
શ્રેયસ અય્યર | પંજાબ કિંગ્સ | 26.75 કરોડ |
વેંકટેશ અય્યર | કોલકાતા નાઇટ રાઇડર્સ | 23.75 કરોડ |
અર્શદીપ સિંહ | પંજાબ કિંગ્સ | 18 કરોડ |
યુઝવેન્દ્ર ચહલ | પંજાબ કિંગ્સ | 18 કરોડ |
જોસ બટલર | ગુજરાત ટાઇટન્સ | 15.75 કરોડ |
કેએલ રાહુલ | દિલ્હી કેપિટલ્સ | 14 કરોડ |
મોહમ્મદ સિરાજ | ગુજરાત ટાઇટન્સ | 12.25 કરોડ |
મિશેલ સ્ટાર્ક | દિલ્હી કેપિટલ્સ | 11.75 કરોડ |
કગિસો રબાડા | ગુજરાત ટાઇટન્સ | 10.75 કરોડ |
મોહમ્મદ શમી | સનરાઇઝર્સ હૈદરાબાદ | 10 કરોડ |
રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યો
મહત્ત્વપૂર્ણ છે કે રિષભ પંતે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કરી હતી. દિલ્હીની ટીમે તેને રિટેન કર્યો નહતો. એવામાં પંત 2016 બાદ પ્રથમ વખત ઓક્શનમાં ઉતર્યો હતો. જોકે, રિષભ પંત માટે દિલ્હીની ટીમે RTM કાર્ડ નિયમનો ઉપયોગ કર્યો હતો પરંતુ અંતમાં લખનૌની ટીમે લાંબી બોલી લગાવીને પંતને ખરીદી લીધો હતો.
રિષભ પંતની બોલી જ્યારે 20.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ત્યારે દિલ્હી કેપિટલ્સે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે, લખનૌ સુપરજાયન્ટ્સે આ બિડિંગને 27 કરોડ રૂપિયા કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે પંત માટે RTMમાં રસ બતાવ્યો નહતો.
રિષભ પંત માટે લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે બોલી લાગી હતી. તે બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની એન્ટ્રી થઇ હતી. બન્ને વચ્ચે આ બોલી 20.75 કરોડ સુધી ચાલી હતી. અંતિમ બોલી લખનૌ સુપરજાયન્ટ્સે લગાવી હતી. RTM નિયમને કારણે પંતને 27 કરોડમાં ખરીદવો પડ્યો હતો.