માઝા પીધા બાદ પરિવારના ચાર સભ્યો સવારે ઉઠ્યા જ નહિ, ડોકટરો પણ ચક્કરે ચડ્યા

માઝા પીધા બાદ પરિવારના ચાર સભ્યો સવારે ઉઠ્યા જ નહિ, ડોકટરો પણ ચક્કરે ચડ્યા

ગાંધીનગરમાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના જુના કોબામાં રહેતા વાળંદ પરિવારનાં ચાર સભ્યો સોમવારની રાત્રે ભોજન બાદ માઝા પીને સુઈ ગયા હતાં. ત્યારબાદ સવારે મોડે સુધી પરિવાર નહીં ઉઠતાં ચારેયને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં કોઈ કારણોસર ઊંઘી ગયેલાં પિતા પુત્ર અને દાદા દાદીને ફૂડ પોઈઝનિંગની અસર પણ નહીં હોવાનું નિદાનમાં સામે આવતાં ડોક્ટરો પણ ચોંકી ગયાં હતાં. ત્યારબાદ આ ઘટની જન પોલીસને કરવામ આવી હતી .પોલીસે તમામના બ્લડ સેમ્પલ અને માઝાના સેમ્પલ પણ એફએસએલમાં પૃથક્કરણ અર્થે મોકવામાં આવ્યા હતાં અને આ મામલે વાળું તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના જુના કોબામાં રહેતા વાળંદ પરિવારનાં ચાર સભ્યો સોમવાર રાતના જમણવાર પછી માઝા પીને સૂઇ ગયા હતા. જેઓ ગઈકાલે મોડે સુધી નહીં ઉઠતાં ચારેયને સુષુપ્ત અવસ્થામાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

. વાળંદ પરિવાર સાથે બનેલી આ ઘટનાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોની સાથે પોલીસ પણ ગોથે ચડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના જુના કોબામાં રહેતા જીગ્નેશભાઈ વાળંદ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના પરિવારમાં પત્ની વર્ષાબેન , દીકરો પ્રસંગ તેમજ પિતા બાબુભાઈ અને માતા કૈલાસબેન છે. સોમવારે નિત્યક્રમ જીગ્નેશભાઈ પોતાની દુકાનથી ઘરે આવ્યા બાદ તેમેણે રાત્રે તેમના પત્ની વર્ષાબેને ખીચડી, બટાકા મિક્સ સબજી, ભાખરીની વાનગીનાં ભોજન સાથે છાસ પણ તૈયાર રાખી હતી. બાદમાં જીગ્નેશભાઈ ગામની એક દુકાનેથી માઝાની બોટલ લઈને ઘરે ગયા હતા. રાત્રિ ભોજન કર્યા પછી વર્ષાબેન સિવાય જીગ્નેશભાઈ તેમના દીકરા પ્રસંગ અને માતા પિતાએ માઝા પીધી હતી. ત્યારબાદ પરીવારના તમામ સભ્યો સૂઇ ગયા હતા.

બીજા દિવસે સવારે નિત્યક્રમ મુજબ જાગેલા વર્ષાબેન રોજીંદા કામ કરવા લાગ્યા હતા. જો કે પતિ, દીકરો અને સાસુ સસરા મોડે સુધી ન ઉઠયા ન હતા. એટલે તેમણે બધાને જગાડવાનાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ પરિવારના ચારેય સભ્યો ન જાગતા તેમેણે આસપાસના લોકોને બોલાવ્યા ત્યારબાદ તમેણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ ચારેયને દાખલ કરીને સઘન સારવાર શરૂ કરી હતી. જેઓના જરૂરી રિપોર્ટ કરતા ફૂડ પોઈઝનિંગની અસર પણ નહીં હોવાનું સામે આવતા ડોકટરો પણ ગોથે ચડયા હતા. જેઓ ગઈકાલ મોડે સુધી ભાનમાં નહીં આવતાં પોલીસને જાણ કરવામાં હતી.

આ બનાવની તપાસ કરનાર જમાદાર મહેશભાઈએ જણાવ્યું હતું કે , આજે ચારેય જણા ભાનમાં આવી ગયા છે. અને સિવિલમાં સારવાર ચાલી રહી છે. રાત્રિ ભોજન પછી જીગ્નેશભાઈ તેમના પુત્ર અને માતા પિતાએ માઝા પીધી હતી અને રાત્રીના સૂઇ ગયા હતા. જોકે, બીજા દિવસે પણ તેઓ નહીં ઉઠતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષાબેનની પણ પૂછતાંછમાં પણ એવી કોઈ શંકાજનક બાબત સામે આવી નથી. તો માઝાની બોટલ પણ એક્સપાયર્ડ તારીખની નથી. જેથી જાણવા જોગ નોંધ કરીને ચારેયનાં બ્લડ સેમ્પલ, માઝા સહીતના જરૂરી નમૂના લઈને એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જે રીપોર્ટ આવ્યા પછી આવી ઘટના ઘટવાનું ચોક્કસ કારણ સામે આવશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *