ઉનાળામાં ઘરના લોકોને ભાવે તેવો આઈસ્ક્રીમ બનાવો, સ્વાદ એવો આવશે કે વારંવાર બનાવશો
ઉનાળાની સીઝન આવી ગઈ છે એટલે કે જાંબુ ટૂંક સમયમાં બજારમાં વેચાવા લાગશે.જાંબુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેમાંથી આઈસ્ક્રીમ બનાવીને ખાઈ શકો છો, તે પણ એકદમ ટેસ્ટી હોય છે. ચાલો જાણીએ ઘરે જ જાંબુ આઈસ્ક્રીમ બનાવવાની સરળ રેસિપી, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે.
સામગ્રી
જાંબુ – 2 કપ
કન્ડેન્સ્ડ મિલ્ક – 1/2 કપ
મકાઈનો લોટ – 1 ચમચી
તાજી મલાઈ – 1/2 કપ
ખાંડ – 1/2 કપ
હૂંફાળું દૂધ – 2 ચમચી
બનાવવાની રીત
સૌથી પહેલા જાંબુના બીજ કાઢી લો અને તેને ગ્રાઇન્ડરમાં ઉમેરી પ્યુરી બનાવી લો.
હવે એક પેનમાં તાજી મલાઈ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ ઉમેરો.
બીજી બાજુ હૂંફાળા દૂધમાં મકાઈનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હવે આ પેસ્ટને કન્ડેન્સ્ડ મિલ્કવાળા મિશ્રણમાં ઉમેરો અને મધ્યમ આંચ પર પકાવો.
મિશ્રણને સતત હલાવતા રહો અન ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. છેલ્લે તેમાં જાંબુની પ્યુરી ઉમેરી મિક્સ કરી લો.
હવે ગેસની આંચ બંધ કરો અને મિશ્રણને એર ટાઈટ કન્ટેનરમાં રેડો. તેને ઠંડુ થવા દો અને પછી ફ્રીઝરમાં રાખો. તેને 2 કલાક માટે ફ્રીઝ થવા દો.
સંપૂર્ણ સેટ થઈ જાય એટલે સર્વ કરો.