કિંગખાનની તબિયત ખરાબ! કેમ અચનાક જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો?

કિંગખાનની તબિયત ખરાબ! કેમ અચનાક જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો?

શાહરૂખ ખાનની તબિયત અચાનક લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. જે બાદ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં તેની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં હતો. ગઈકાલે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમે ચિયર કરતાં અને સપોર્ટ કરવા નજરે પડ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આજે 11 વાગ્યે તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલમાં પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં છે. જ્યારે જૂહી ચાવલાએ પણ મુલાકાત લઈને શાહરૂખના હાલચાલ પૂછ્યા હતા.

હીટસ્ટ્રોકના કારણે તબિયત લથડી હતી

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર હતું. આવી સ્થિતિમાં કહી શકાય કે હીટ સ્ટ્રોકના કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *