ગરીબના ભગવાન એવા ખજૂરભાઈ એક દાદીમાઁની મદદ કરવા આવ્યા અને દાદીમાઁની મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યા દૂર કરીને સ્મિત લાવી દીધું

ગરીબના ભગવાન એવા ખજૂરભાઈ એક દાદીમાઁની મદદ કરવા આવ્યા અને દાદીમાઁની મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યા દૂર કરીને સ્મિત લાવી દીધું

ગરીબ લોકો માટે ભગવાન બનીને નિ:સ્વાર્થ ભાવે હંમેશા મદદ કરતા કોમેડિયન ખજૂરભાઈ ઉર્જે નીતિન જાનીને ગુજરાતને વસતા તમામ ગુજરાતી ઓળખે છે. આજે નીતિનભાઈ જાનીએ દરેક ગુજરાતીના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. લોકોને મનોરંજ પૂરૂ પાડતા ખજૂરભાઈએ ગરીબ અને જરૂરિયાત લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરૂ પાડી રહ્યાં છે. #ભગવાન

ખજૂરભાઈ એવો દયાળું ચહેરો છે જેઓ કોઈપણ માનવીનું દુખ જોઈ નથી શકતા. ત્યારે આજે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે, ખજૂરભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક ગામની મુલાકાતે આવ્યાં હતાં, ત્યારે તેમણે એક વૃદ્ધ દાદામાની મદદ કરી હતી જે વિશે જણાવીએ તો તેઓ એકલા રહે છે.

આ દાદીમાંના પતિનું અવસા થઈ ગયું છે, તેમને એક દીકરો અને દીકરી છે જે માનસિક રીતે બીમાર છે. તે દાદીમાંની આર્થિક સ્થિતિ સાવ નબળી છે. જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે તેમનું ઘર પડી ગયું હતું અને તેમને મદદ કરવા માટે કોઈ આવ્યું ન હતું.

તેથી દાદીમાઁ અત્યંત દુખી રહેતા હતા. આ ઘટનાની જાણ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીને થતા નીતિનભાઈ તેમના ગામમાં આવીને દાદીની મુલાકાત કરી હતી આ દાદીની પરિસ્થિતિ સાંભળીને ખજૂરભાઈએ દાદીમાઁ સુંદર ઘર બનાવી આપ્યું હતું.

માત્ર બે થી ચાર દિવસની અંદરમાં જ ઘર બનાવી દેતા દાદીમાં અતિ ખુશ ખુશાલ થઈ ગયાં હતાં ત્યારે તે દાદીમાઁએ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીને અઢળક આશીર્વાદ આપ્યાં હતાં. મહત્વની વાત છે કે ખજૂરભાઈ ઘર વિહોણા લોકો માટે દેવબૂત બન્યા છે જે ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને ગરીબોની મુશ્કેલી દૂર કરી રહ્યા છે આજે દરેક લોકો ખજૂરભાઈના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *