અહી છે વિચિત્ર પ્રથા ! વિશ્વમાં એવું સ્થળ, ત્યાં લોકો પીવે છે ગાયનું લોહી, કારણ છે ચોકાવનારૂ

અહી છે વિચિત્ર પ્રથા ! વિશ્વમાં એવું સ્થળ, ત્યાં લોકો પીવે છે ગાયનું લોહી, કારણ છે ચોકાવનારૂ

ભારતમાં ગાયમાતાની પૂજા કરવામાં આવે છે. તેમને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં ગાયનું લોહી પીવામાં આવે છે. આ પ્રથા ખૂબ જ વિચિત્ર છે, આજે આપણે આ સ્થળ વિશે વાત જાણીશું જ્યાં અજીબગરીબ પ્રથા છે. દક્ષિણ કેન્યા અને ઉત્તર તાંઝાનિયામાં માસાઇ (Maasai community લોકો રહે છે. તેમને વિચરતી પણ કહેવામાં આવે છે. આ જાતિના લોકો અમુક પ્રસંગોએ ગાયનું લોહી પીવે છે. બાળકનો જન્મ, છોકરીનાં લગ્ન તમામ પ્રસંગોએ ગાયનું લોહી પીવામાં આવે છે. ગાયનું લોહી પીવું અહીં શુભ માનવામાં આવે છે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ ગૌમાંસ ખાતા નથી. તો ચાલો જાણીએ કે ગાયનું લોહી માર્યા વગર કેવી રીતે પીએ?

Kenya Maasai community like to drink cow blood

માસાઈ લોકો ક્યારેય ગૌમાંસ ખાતા નથી. તેઓ ગાયનું દૂધ પીવે છે અને લોહી પીવે છે. તેઓ ગાયની ગરદન પર તીર દ્વારા લોહી ખેંચે છે. ગાયનું લોહીં નશામાં ધૂત વૃદ્ધોને દારૂનો નશા ઉતારવા અને હેંગઓવર ઘટાડવા માટે પણ આપવામાં આવે છે. કેન્યા અને તાંઝાનિયામાં માસાઇ લોકોનો પરંપરાગત આહાર મોટાભાગે તેમના પશુઓમાંથી મળે છે.

Kenya Maasai community like to drink cow blood

જોકે તેઓ ક્યારેય ગૌમાંસ ખાતા નથી. માસાઈ કેન્યા અને ઉત્તરી તાંઝાનિયામાં રહેતી એક પશુપાલન આદિજાતિ છે. તેમના પરંપરાગત આહારમાં લગભગ સંપૂર્ણપણે દૂધ, માંસ અને લોહીનો સમાવેશ થાય છે. તેઓ દિવસમાં 600-2000 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ લે છે.

Kenya Maasai community like to drink cow blood

માસાઇ એક જ દેવતાની પૂજા કરે છે. જો આપણે તેમના પહેરવેશ વિશે વાત કરીએ તો, તેઓ ઘણીવાર લાલ ચેક ધાબળાની જેમ કપડામાં લપેટાયેલા હોય છે. વળી ભાલા અને બાણ સાથે જ રહે છે. કાનમાં મોટી બુટ્ટીઓ અને સ્ત્રીઓ મોતી જેવી ધાતુઓની માળા પહેરે છે.

Kenya Maasai community like to drink cow blood

મસાઇ લોકો વિશે એવું કહેવામાં આવે છે કે આ જમીન ખોદવાની વિરુદ્ધ છે. એટલા માટે જ તેને ખેતી પસંદ નથી. એટલું જ નહીં, અહીં કોઈનું મૃત્યુ થાય તો જમીન ખોદવાનું ટાળવા માટે તેઓ મૃતદેહને પ્રાણીઓને સોંપી દે છે. મસાઇ લોકો ગોવાળીયો તરીકે કામ કરે છે. આમાંથી કેટલાક લોકો રાજધાની નૈરોબી નજીક રહે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાટ બજારો ઉભા કરે છે.

Kenya Maasai community like to drink cow blood

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *