કબરાઉ ધામવાળા મણિધર બાપુ “માં મોગલ”ની માનેલી માનતા ના પૈસા કેમ નથી લેતા, જાણો સાચું કારણ

કબરાઉ ધામવાળા મણિધર બાપુ “માં મોગલ”ની માનેલી માનતા ના પૈસા કેમ નથી લેતા, જાણો સાચું કારણ

આજના કળયુગના સમયમાં પણ લોકોએ “માં મોગલ” ના અનેક પરચા જોયા હશે. એટલે જ લોકોને “માં મોગલ” પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. “માં મોગલ” હાજરાહજુર છે અને તે પોતાનાં દરેક ભક્તોનાં દુ:ખ દુર કરવા માટે સાક્ષાત હાજર રહે છે. એટલા માટે જ “માં મોગલ” ને ૧૮ વરણની માં પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિને “માં મોગલ” પર સંપુર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે, તેનાં કોઈપણ કામ “માં મોગલ” અટકવા દેતા નથી અને સાથે જ તેને જીવનનાં તમામ દુઃખોમાંથી મુક્તિ અપાવે છે.

તેથી જ દેશ-વિદેશમાંથી લોકો તેમના પવિત્ર તીર્થસ્થાન કબરાઉમાં “માં મોગલ” ના દર્શન કરવા માટે આવે છે. જો તમને પણ “માં મોગલ” પર અતુટ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. “માં મોગલ” તમારી પણ બધી જ ઈચ્છાઓ પુરી કરશે. લોકો પોતાના દુ:ખ અને જીવનની દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે “માં મોગલ” ની માનતા રાખે છે.

“માં મોગલ” પણ પોતાના ભક્તોને દુ:ખી જોઈ શકતા નથી અને તેથી જ તેઓ તેમને મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે. જ્યારે કોઈ ભક્તની ઈચ્છા પુરી થાય છે તો તે “માં મોગલ” ની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચે છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે અહીં મણિધર બાપુ એકપણ રૂપિયો પણ દાન તરીકે કે માનતા તરીકે સ્વીકારતા નથી અને ભક્તોને તેમની માનતાના પૈસા પાછા આપી દે છે.

ઘણા લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે મણીધર બાપુ “માં મોગલ” ની માનતા ના પૈસા સ્વીકારતા નથી. તો ચાલો આજે આ લેખમાં અમે તમને આ ખાસ વાત વિશે જણાવી દઈએ. “માં મોગલ” ના ગુજરાતની અંદર ઘણા બધા મંદિરો આવેલા છે અને આ તમામ મંદિરોમાં લોકો સંપુર્ણ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા જાય છે. તમે “માં મોગલ” ના ઘણા બધા પરચાઓ વિશે સાંભળ્યું પણ હશે. “માં મોગલ” વર્ષોથી પોતાનાં ભક્તોનાં દુ:ખ દુર કરી રહ્યા છે.

ભક્તો પણ માતાજીના મંદિરે આવીને ધન્યતા અનુભવે છે. આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વર આપણા પૈસાનાં ભુખ્યા નથી પરંતુ તેઓ આપણી આસ્થા અને ભાવનાના ભુખ્યા હોય છે. જો તમને કોઈપણ માતાજી કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો તેઓ તેમની કૃપા તમારા પર જરૂર વરસાવે છે. એવી જ રીતે “માં મોગલ” ના કબરાઉ ધામમાં સેવા આપનાર મણિધર બાપુ પણ કહે છે કે જો તમે તમારા બધા જ કામ મનથી અને “માં મોગલ” માં વિશ્વાસ રાખીને કરો તો તમારા બધા જ કામ પુરા થઈ જાય છે અને તમારે ફકત “માં મોગલ” પર જ શ્રદ્ધાભાવથી વિશ્વાસ રાખવો જોઈએ.

Admin Team