આ મહિલા ભક્તનું કારખાનું વેચાતું જ ન હતું જેના કારણે તે નિરાશામાં ડૂબી ગયાં પછી તેમણે મોગલમાં માનતા માની તો એવું થયું કે

આ મહિલા ભક્તનું કારખાનું વેચાતું જ ન હતું જેના કારણે તે નિરાશામાં ડૂબી ગયાં પછી તેમણે મોગલમાં માનતા માની તો એવું થયું કે

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. #મહિલા

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.

રાજકોટથી પોતાની માનતા પૂરી કરવા આવેલા આ બહેનનું નામ ઉમિતા બહેન છે. તેમની માનતા મુજબ, આ મહિલાનું કારખાનું વેચાતું ન હતું જેના કારણે આ બહેન બહું મૂઝવણમાં રહેતા હતાં કે તેમનું કારખાનું ક્યારે વેચાશે, પછી આ મહિલાએ મોગલ માઁને ખરા હૃદયથી માનતા માની કે જો તેમનું કારખાનુ વેચાય જશે તો પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છ કબરાઉ બિરાજમાન મોગલ ધામ આવશે તો તેમનું ધારેલુ કામ થઈ ગયું તો મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યાં હતાં.

ત્યારબાદ તેઓ પોતાની માનતા પૂરી કરતા તેમણે મણીધર બાપુના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કર્યાં હતાં. બાદમાં મણીધર બાપુએ જણાવ્યું કે પાંચ હજારમાં એક રૂપિયા ઉમેરૂ છું મોગલ માઁ તમારી માનતા સ્વકારી લીધી છે. જય મોગલ માઁ..

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *