અમદાવાદમાં અહીં આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી

અમદાવાદમાં અહીં આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી

અમદાવાદના માધુપુરામાં અંબાજી માતાનુ મંદિર આવેલુ છે.આશરે ૨૦૦ વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના વેપારીએ કપડવંજમાં મૂર્તિ વેચવા આવેલા શિલ્પકાર પાસેથી ઘીના ૧૭ ઘડાના બદલે મૂર્તિઓ લીધી હતી. શિલ્પકાર પાસેથી મૂર્તિ લીધા બાદ નરભેરામે ઘર સહિતનો તમામ સામાન વેચી અમદાવાદ નીકળ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ માધુપુરામાં મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી હતી

અમદાવાદના માધુપુરામાં અંબાજી માતાનુ મંદિર

અમદાવાદના દિલ્હી દરવાજાથી શાહીબાગ જતા રસ્તામાં માધુપુરા ગામમાં અંબે માતાજીનું પ્રાચીન મંદિર આવેલુ છે. આશરે ૨૦૦ વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના મોટા વેપારીએ તે જમાનામાં ચાલતી વિનિમય પ્રથા પ્રમાણે એક શિલ્પકાર પાસેથી અંબાજી માતાની મૂર્તિ ઘીના ભારોભાર જોખીને લીધી હતી. અને અમદાવાદના માધુપુરા વિસ્તારમાં માતાજીની સ્થાપના કરી મંદિર બનાવ્યુ. દર રવિવાર, પૂનમ, આસો સુદ નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ દરમ્યાન અંબાજી મંદિરે ભાવિકોનુ માનવ મહેરામણ ઉમટી પડે છે. નવરાત્રિ દરમ્યાન માતાજીના અનેક સ્વરૂપના દર્શન થાય છે. અંબાજી મંદિરે ભાવિકોને અતૂટ આસ્થા છે અને એટલે જ દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માતાજીના મંદિરે આવી માનતા માને છે. માં અંબે તેના ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવે છે. લોકો યુએસ, કેનેડા જવા માટે પણ માનતા માને છે.અને માનતા પૂરી થાય ત્યારે મંદિરે આવી પ્રસાદ ચડાવે છે. માતાજીમાં આતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકો માતાજીના દર્શને વર્ષોથી નિયમિત મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરી મંદિરમાં સેવા પણ આપે છે.

શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડ

જેમના લગ્ન ના થતા હોય, જે દંપતિના ઘરે પારણુ ના બંધાયુ હોય તે ભક્તો માતાજીના શરણે આવી માનતા માને છે અને માતાજી એમની માનતા પૂરી પણ કરે છે. ભક્તો અતૂટ શ્રધ્ધા સાથે દર રવિવારે માતાજીના દર્શને આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે અને શાંતિનો અહેસાસ કરે છે. મંદિરે વિવિધ ઉત્સવો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી, પૂનમ, શિવરાત્રી,ગૌરી વ્રત જેવા અનેક ધાર્મિક પ્રસંગો અંબાજી મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનાર્થે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. હજારો ભક્તો પોતાના પરિવાર સાથે માના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને આનંદની લાગણી અનુભવે છે. અંબાજીના મંદિરમાં ભાવિકોની શ્રદ્ધા વિશેષ છે. ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. મોટી સંખ્યામા મંદિરે ભક્તો આવે છે.ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરનારને વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા પ્રગટે છે. માધૂપુરા વિસ્તાર અને દૂર દૂરથી દર્શનાર્થી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *