ભારતની લાડલી પીવી સિંધુએ બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને દેશવાસીઓને ગર્વની ક્ષણ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરવાનો આપ્યો મોકો

ભારતની લાડલી પીવી સિંધુએ બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને દેશવાસીઓને ગર્વની ક્ષણ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરવાનો આપ્યો મોકો

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની બેગમાં વધુ એક ગોલ્ડ મેડલ મુકીને તમામ દેશવાસીઓને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની તક આપી. આ સાથે આ ભારતનો 19મો ગોલ્ડ છે. આ મેચમાં પીવી સિંધુ ઘણી ધીરજ સાથે રમતી જોવા મળી હતી. બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય શટલર પીવી સિંધુનો મહિલા સિંગલ્સમાં કેનેડાની મિશેલ સાથે મુકાબલો થયો હતો. આ રમત દરમિયાન, પીવીએ 10-8ની સરસાઈ મેળવી અને તેને જાળવી રાખી પ્રથમ ગેમ 20-15થી જીતી લીધી. આ પછી સિંધુએ બીજી ગેમમાં ઘણો આત્મવિશ્વાસ બતાવ્યો અને આ જ કારણસર તેણે આ દરમિયાન પણ કેનેડાની મિશેલને 21-13ના મોટા માર્જિનથી હરાવ્યું. જો કે બીજી ગેમમાં વિરોધી ખેલાડીએ સિંધુને જોરદાર ટક્કર આપી હતી. આ પહેલા પણ ભારતની સ્ટાર ખેલાડીએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યાર બાદ વર્ષ 2018માં પણ તેણે સિલ્વર મેડલ આપીને દેશનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેણે આ જ વર્ષે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ બધા પછી ભારતની આ સિંહણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કરવાનું કામ કર્યું છે.

આ ખેલાડીઓ પાસેથી પણ આશા રહેશે
આજે કોમનવેલ્થ મીમ્સ 2022નો છેલ્લો દિવસ છે. પીવી સિંધુના ગોલ્ડ મેડલ સાથે ભારતનો આ 19મો ગોલ્ડ મેડલ છે. આ ગોલ્ડ બાદ ભારત આજે અન્ય રમતોમાં ગોલ્ડ મેડલ મેળવી શકે છે. મેન્સ સિંગલ્સમાં ભારતની પીવી સિંધુ લક્ષ્ય સેન પછી એવા ઘણા ખેલાડીઓ છે જેમની પાસેથી ગોલ્ડની આશા રાખી શકાય. આજે ભારતનું શિડ્યુલ નીચે મુજબ છે.

બેડમિન્ટન (1:20 PM) –

પુરુષોની સિંગલ્સ ફાઇનલ (લક્ષ્ય સેન, બપોરે 2:10),

મેન્સ ડબલ્સ ફાઈનલ – ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (3 PM)

ટેબલ ટેનિસ (3:35 PM) –

પુરુષોની બ્રોન્ઝ મેડલ મેચ (સાથિયાન જી)

(4:25 pm)

મેન્સ ગોલ્ડ મેડલ – શરથ કમલ

મેન્સ હોકી (5 PM PM)-

ભારત Vs ઓસ્ટ્રેલિયા ફાઇનલ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *