સુરાપુરા દાદાના ધામમાં શ્રી દાનભા બાપુએ ઠાકરજીના પરચા વિશે જણાવ્યું, વિશ્વાસ હોય તો વાંચો આ લેખ

સુરાપુરા દાદાના ધામમાં શ્રી દાનભા બાપુએ ઠાકરજીના પરચા વિશે જણાવ્યું, વિશ્વાસ હોય તો વાંચો આ લેખ

શ્રી સુરાપુરા દાદા ભાળોદ ( shree surapuara dada) અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે. આજે ગુજરાતના (Gujarat) ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

આજે અમે આપને જણાવીશું કે આખરે શ્રી દાનભા બાપુ એ ધર્મકાર્યની શું વાતો જણાવીશું, જે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે. ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવનકલ્યાણકારી બનાવી રહ્યા છે, તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે.

સુરાપુરા દાદાના ધામમાં શ્રી દાનભા બાપુએ જણાવ્યું હતું કે ક્યારેક કોઈ ધુણતા હોય તેમાં જ જવું. તેમ જણાવતા શ્રી દાનભા બાપુએ જણાવ્યું કે સુરાપુરા દાદા (મારા ઠાકર) માત્ર ભાવ, ભક્તિ અને શ્રદ્ધાના ભૂખ્યા છે,

તેમને અરબતી, નારિયેળ કે તલવાર, સાફા કોઈ અર્પણ કરવાની જરૂર નથી. આમના બદલે તમે કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા કોઈ બાળકોને દાન પૈસા આપી દેજો એમનું કાળજુ ઠારજો દાદા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

શ્રી દાનભા બાપુએ વધુંમાં જણાવ્યું હતું કે એક દિવસ એવો પણ હતો કે ઠાકરને દીવો કરવા માટે પૈસા ન હતાં ત્યારે મેં કીધું હતું કે એક દિવસ એવો પણ આવશે કે દાદાના ધામમાં બેસવા માટે જમવા માટે જગ્યા ટૂંકી પડશે અને એ જ દિવસ આજે આવી ગયો છે,

તે પણ ઠાકરની દયાથી જ થયું છે, મને વિશ્વાસ હતો આ માટે થયું છે. ઠાકરના ભાવિ ભક્તો તમે દાદા (ઠાકર) પર વિશ્વાસ રાખજો તમારા જીવનમાં કોઈ દુખ નહીં આવે.

નોંધ: આ વેબસાઈટ પર આપવામાં આવતી જ્યોતિષને લગતી સ્ટોરી કે અન્ય ન્યૂઝ સ્ટોરી બીજા સ્ત્રોતો ઉપરથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી આપવાનો છે. આ માટે “News7 Gujarat” વેબસાઈટની કોઈ જવાબદારી રહેશે નહીં. “News7 Gujarat” સારા સમાચાર વાંચતા રહો અને શેર કરતા રહો…

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *