પિયરમાં રાજકુમારી જેવું જીવન આ દીકરી, લગ્ન થયા બાદ દીકરીને જન્મ આપ્યો તો આપી આવી સજા

પિયરમાં રાજકુમારી જેવું જીવન આ દીકરી, લગ્ન થયા બાદ દીકરીને જન્મ આપ્યો તો આપી આવી સજા

જીવન જેટલું સરળ માનતી તેટલું સરળ અમુક લોકો માટે હોતું નથી. આ વ્યક્તિએ એક સમયે તમામ સુખ-સુવિધા હાંસલ કરેલી હોય છે. દાપત્ય જીવનમાં આગળ વધતા જ મહિલાના જીવનમાં એવા વળાંક આવે છે કે તેણે સપાના પણ વિચાર્યું નથી હોતુ કે તે દુખના દલદલમાં ધકેલાય જશે. એવું કહેવાય છે કે દીકરી જ્યારે સાસરે જાય છે તો તે એક દીકરી બનીને જાય છે પરંતુ સમય જતા આ શબ્દો સાસરિય પક્ષના લોકો ભૂલી જાય છે, પછી તેમની પુત્રવધૂ પર એટલો બધો ત્રાસ ગુજારતા હોય છે કે આ મહિલાએ પોતાના જીવનમાં જે સુંદર જીવન જીવવાના સપના જોયા હોય છે હંમેશા માટે પૂર્ણ થઈ જાય છે, જોકે કોઈક રીતે હિંમત કરીને ફરી પોતાના સપના પૂરા કરવા માટે આગળ વધે છે અને દુનિયા એક અલગ જ ઓળખાણ બનાવે છે. આવા લોકો હોય છે જે જીવનમાં હાર માન્યા વગર એક નવું સપનું જોવાની હિંમત રાખે છે.

અમે જે મહિલાની વાત કરી રહ્યા તેમનું નામ પૂનમ રાય છે જેઓ બી.આર ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક છે અને એક ચિત્રકાર છે, જેમના પિતા એન્જિનિયર હતા. પિતાની ઈચ્છા હતી કે મારી દીકરી એક રાજકુમારી જેમ જીવન વિતાવે, પિતા નોકરીએ જોડાતા પરિવાર વૈભવી જીવન જીવવા લાગ્યો અને ઘરમાં નોકર, ગાડીઓ જેવી તમામ સુખ-સુવિધા મળવા લાગી હતી, જે બાદ પૂજન રાય એક રાજકુમારી જેવું જીવતી હતી. જેમ જેમ આ દીકરી મોટી થઈ તેમ તેમ પિતાની નોકરીમા બદલી થતી રહી અને દીકરી અભ્યાસમાં આગળ વધી અને તેમને ચિત્રકલમાં ઘણો શોખ હતો.

punam rai

તેઓ કહે છે કે મને ચિત્રકામમાં વધારે રૂચિ હોવાથી એવું જ માની લીધું હતું કે કલા જ મારૂ જીવન છે. પછી જ્યારે મારા પિતાને મારા ચિત્રકામ અંગે ખબર પડી તો મને કહ્યું કે તું તારા આ કામમાં આગળ વધજે અને આ કામ પર જ અભ્યાસ કરજે પછી મે પણ પિતાના કહેવા પર બાર પછી પેન્ટિંગ પર ગ્રેજ્યુઅશન કર્યું આ સમયે હું એકદમ સામાન્ય જીવન જીવી રહી હતી, જે સમય હું પાંખ ઉઠાવી રહી હતી, રમતી, કૂદતી અને દુનિયા વિશે કઈ જ ખબર ન હતી. ત્યારબાદ મારા લગ્ન નક્કી થાય છે તો મારા પિતાની ઈચ્છા હતી કે હું પણ એક એન્જિનિયર છું તો મારા જમાય પણ એન્જિનિયર હોય. પિતાએ મારા લગ્ન નક્કી કર્યા કે છોકરો એન્જિનિયર છે અને બહું સારો છે આની સાથે લગ્ન કરી શકાય.

પૂનમના જણાવ્યું મુજબ, પછી મારા લગ્ન નક્કી થવાનો સમય આવે છે તો પિતાને કહ્યું કે મારા લગ્ન નક્કી થતા પહેલા છોકરાને મળવું છે કે તો આ છોકરાના પરિવાર લોકો કહે છે કે અમારા ખાનદાનમાં આવો રિવાજ નથી હોતો કે કોઈ યુવક-યુવતી મળી શકે. જોકે આ બધી વાત નકારીને અમારા લગ્ન નક્કી થઈ ગયાં હતાં પછી લગ્ન બાદ ખબર પડે છે કે આ યુવક એન્જિનિયર નથી, પછી અમે વિચાર્યું કે આ યુવકના પરિવારે તો કહ્યું હતું કે મારો છોકરો એન્જિનિયર છે.

લગ્નના એક મહિના બાદ મારા સાસરિયાના ઘરે ગાળો-માર મારવાનું શરૂ થયું હતું અને ક્યારેય વિચાર્યું ન હતું કે એક રાજકુમારી જેવું જીવન જીવતી હતી અને આવા દિવસો પણ આવશે. જોકે આ બધું મે સહન કર્યું પરંતુ સહન કરવાની સીમા હોય છે, પછી મે જ્યારે દીકરીને જન્મ આપ્યો તો પરિવાર લોકોને પસંદ ન હતું તો હું એક દિવસ ત્રીજા માળ પર હતી તો ત્યાંથી મને ધક્કો મારી દીધો હતો જેના કારણે મારા કમરના ભાગ પર ગંભીર ઈજા પહોચી હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *