પોતાનું વતન છોડીને વિદેશમાં રહેવું કેટલું મુશ્કેલ છે? દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના એવા એવા અનુભવ જણાવ્યા કે જાણીએ આશ્ચર્યચકિત થઈ જશો

પોતાનું વતન છોડીને વિદેશમાં રહેવું કેટલું મુશ્કેલ છે? દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના એવા એવા અનુભવ જણાવ્યા કે જાણીએ આશ્ચર્યચકિત થઈ જશો

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ અમેરિકામાં રહે છે. હવે તે હોલીવુડના પ્રોજેક્ટ્સમાં પણ કામ કરે છે. પતિ નિક જોનાસની સાથે તે પુત્રી માલતી મેરી ચોપરા જોનાસના ઉછેરમાં પણ વ્યસ્ત છે. અત્યાર સુધી તે સોના નામની રેસ્ટોરન્ટ ચલાવતી હતી અને હવે તેણે સોના હોમ નામની હોમવેર કંપની પણ શરૂ કરી છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે પોતાના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતી રહે છે.

પરંતુ શું પ્રિયંકા માટે પોતાનો દેશ છોડીને વિદેશ જવાનું સરળ હતું? અભિનેત્રીએ તાજેતરમાં એક વાતચીત દરમિયાન યુએસમાં ઇમિગ્રન્ટ હોવાનો અર્થ અને અનુભવ શેર કર્યો હતો. વાતચીત દરમિયાન તેમણે ભારતીય સંસ્કૃતિ અને વારસા વિશે પણ વાત કરી હતી. પ્રિયંકા વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. બોલિવૂડથી દૂર હોલીવુડમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર પ્રિયંકા ચોપરા કહે છે કે ભારતથી આવ્યા બાદ અમેરિકાને તેનું બીજું ઘર બનાવવું એ એક પડકાર છે. પરંતુ મારી આ સફર મને એક એવી જગ્યાએ લાવી છે જ્યાં હું મારા અન્ય પરિવાર અને મિત્રોને મળી. હું અહીં દરેક બાબતમાં ભારતનો ભાગ લઈને આવી છું. હું જે પણ કરું છું તેમાં ભારતની ઝલક જોવા મળે છે.

અમેરિકામાં ભારતીય હોવાનો અર્થ શું છે તે વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ તેની આતિથ્ય સત્કાર માટે જાણીતી છે. ભારતની સંસ્કૃતિ લોકોને જોડવાની છે, તે સમાજ સાથે જોડાયેલી છે. તે ઘર બનાવવા વિશે છે. એક પ્રવાસી તરીકે મારા માટે આ ખૂબ મહત્વનું છે. મેં મારા મૂળને પાછળ છોડી દીધા, પરંતુ અહીં પણ મારું સ્વાગત થયું. અહીં મારા મિત્રો, કુટુંબીજનો, મેં પસંદ કરેલા લોકો છે.

અમેરિકા વિશે વાત કરતાં પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, આ મારો દત્તક લીધેલો દેશ છે અને હું ઈચ્છું છું કે હું જ્યાં જન્મી છું તે વારસો અમેરિકન ઘરોમાં લઈ જઈ શકું. પુત્રીના જન્મ પછી પ્રિયંકા ચોપરાએ પોતાના અંગત જીવનમાં ઘણા મુશ્કેલ સમય જોયા છે. માલતી 100 દિવસ સુધી હોસ્પિટલમાં રહી. આટલા દિવસો સુધી તે તેની પુત્રી સાથે હોસ્પિટલમાં રહી. વર્ક ફ્રન્ટ પર, પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં રુસો બ્રધર્સ સિરિઝ સિટાડેલનું શૂટિંગ પૂર્ણ કર્યું. આ સિરીઝમાં તે ગેમ ઓફ થ્રોન્સ ફેમ રિચર્ડ મેડન સાથે સ્ક્રીન શેર કરશે. પ્રિયંકા ચોપરા પણ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. તે ઝોયા અખ્તરની ઝી લે ઝારામાં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *