શું તમારા વાહન પર તમે લખાવ્યું છે માતાજી કે ભગવાનનું નામ ? જાણો મોગલ માઁ લખવવા પર શું કહ્યું મણીધર બાપુએ
કચ્છમાં આવેલા મોગલ કાબરાઉધામના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. એવું માનવામાં આવે છે કે, અહીં માતાજીની માનતા રાખવાથી માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે. માતાજી મોગલના પરચા અનોખા છે અને માતાજી મોગલના દર્શનથી જ ભક્તોનું જીવન ધન્ય બને છે એટલું જ નહીં પરંતુ માતાજી મોગલની કૃપાથી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલને અઢાર વરની માતા કહે છે. એટલું જ નહીં પરંતુ એવું કહેવાય છે કે માતાજી મોગલ તેમના ભક્તોને ક્યારેય દુઃખમાં જોઈ શકતા ન હતા
ત્યારે કબરાઉ મોગલ ધામની ગાદી સંભાળતા મણીધર બાપુએ આ વિશે તેમના ભક્તોને જવાબ આપ્યો હતો. મણીધર બાપુએ કાર કે વાહ પર માોગલનું નામ ન લખાવવું તેના વિશે પણ જણાવ્યું હતું.
મણીધર બાપુએ જણાવ્યું હતું કે કાર કે વાહન પર તમે મોગલ માતાજીનુ લખાવ્યું છે, તેમાં કોઈ વાંધો નથી. પરંતુ બને તો માતાજીનું નામ ન લખવું જોઈએ. કારણ કે તમે જે કારમાં માતાજીનું નામ લખ્યું છે તેમાં જ જો દારૂની બોટલ રાખો છો તો તે ખોટું કહેવાય છે. તમે માતાજીનું નામ રાખો છો તો પછી એમાં કોઈ ખોટી વસ્તુ ન થવી જોઈએ.
બાપુએ એમ પણ જણાવ્યું હતું કે ઘણીવાર ચેક પોસ્ટ પર મોગલ માતાજીનું નામ લખેલું જોઈએ ગાડીને જવા દેવામાં આવે છે. અંદર શું ભર્યું છે તે પણ ચેક કરવામાં નથી આવતું. તે એમ વિચારે છે કે આ ગાડી તો બાપુની છે. પરંતુ દરેક ગાડીને ચેક કરવી જોઈએ. ભલે અંદર બાપુ બેઠા હોય તો પણ ગાડીને ચેક કરવી જોઈએ.