40 ફૂટ લાંબા લોખંડના 2 સળિયા છાતી ફાડીને આર-પાર નીકળી ગયા, યુવકની હિંમત જોઈ લોકો દંગ રહી ગયાં, પછી થયો ચમત્કાર

40 ફૂટ લાંબા લોખંડના 2 સળિયા છાતી ફાડીને આર-પાર નીકળી ગયા, યુવકની હિંમત જોઈ લોકો દંગ રહી ગયાં, પછી થયો ચમત્કાર

લોકો સાચું જ કહે છે કે ડોક્ટરો ધરતી પર વસતા માનવીના ભગવાન હોય છે. કારણ કે તે માણસને મોતના મુખમાંથી પણ બચાવે છે. હરિયાણાના રોહતકના ડોક્ટરોની ટીમે કંઈક આવું જ કર્યું છે, જ્યાં એક યુવકનો જીવ બચાવવો કોઈ ચમત્કારથી ઓછો નહતો. યુવાનની છાતીમાંથી લોખંડના બે સળિયાઓ પસાર થઈ ગયા હતા. ડોક્ટરોએ અનોખી સર્જરી કરીને યુવકનો જીવ બચાવ્યો. આવો જાણીએ કેવી રીતે ડોકટરોએ કર્યું આ અદ્ભુત કાર્ય…

વાસ્તવમાં આ હૃદયદ્રાવક ઘટના શુક્રવારે સાંજે કરણ નામના યુવક સાથે બની હતી. તે લગભજ સાંજે 6 વાગે ઘરેથી બાઇક પર વસ્તુઓ ખરીદવા બજારમાં જઇ રહ્યો હતો. તેની સામે સળિયાઓ ભરેલી ટ્રોલી ચાલી રહી હતી, પરંતુ અચાનક ટ્રોટીએ બાઇકને ટક્કર મારી. જેના કારણે તેની છાતીમાંથી બે સળિયાઓ આરપાર નીકળી ગયા.

Haryana news two iron rods of 40 feet long passed through the chest of a man in Rohtakલગભગ 40 ફૂટના બે સળિયા છાતી ફાડીને આરપાર નીકળી ગયાં હતા. જેણે પણ આ ભયાનક દ્રશ્ય જોયું તેના રૂંવાટા ઉભા થઈ ગયા. પરંતુ યુવક એટલો હિંમતવાન હતો કે તેના ચહેરા પર સ્મિત પણ નહોતું ગયું. થોડીવાર પછી લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને તેમના પરિવારજનોને જાણ કરતાં તેઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તે જ સમયે ગામના કેટલાક લોકોએ યુવકને ઘૂસેલા સળિયાનો ભાગ કાપી નાખ્યો હતો. જે બાદ યુવકને રોહતકની પીજીઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Haryana news two iron rods of 40 feet long passed through the chest of a man in Rohtak

લગભગ 5 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં કાર્ડિયો સર્જરી અને એનેસ્થીસિયા વિભાગના તબીબોએ પોતાના પ્રયાસોથી આ અનોખી સર્જરી કરી છે. સર્જરી બાદ યુવકનો જીવ બચાવી શકાયો હતો. હવે દર્દીની હાલત ખતરાની બહાર છે.

Haryana news two iron rods of 40 feet long passed through the chest of a man in Rohtakદીકરાના સફળ ઓપરેશન બાદ પિતા કર્મબીર ડોક્ટરોને જોઈને ભાવુક થઈ ગયા અને કહ્યું કે આજે મારો પુત્ર તમારા ચમત્કારથી બચી ગયો છે. ખૂબ ખૂબ આભાર. કારણ કે અમે કરણની હાલત જોઈને ગભરાઈ ગયા હતા. ગામના લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા. તે જ સમયે, પીજીઆઈના ડોક્ટરોએ કહ્યું કે જો કોઈની સાથે આવી ઘટના બને છે, તો તેને તાત્કાલિક જ ડોક્ટર પાસે લાવો. સળિયો અથવા અન્ય વસ્તુને કાપશો નહીં. અન્યથા કંઈપણ થઈ શકે છે. કરણને સમયસર લાવવામાં આવ્યો તે સારું છે. જેનાથી તેનો જીવ બચી ગયો.

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *