મિડલ ક્લાસથી લઈને ખેડૂતોને મળશે મોટો લાભ: મોદી સરકારે કરી નાંખ્યા 4 મોટા એલાન

મિડલ ક્લાસથી લઈને ખેડૂતોને મળશે મોટો લાભ: મોદી સરકારે કરી નાંખ્યા 4 મોટા એલાન

મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે સરકાર સારા સમાચાર આપ્યા છે. સામાન્ય જનતા મોંઘવારી અને વધતા ભાવના બોઝમાંથી રાહત આપવા માટે મોદી સરકારે શનિવારે કેટલીય મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયમાં વિશેષ કરીને સરકારના તમામ અંગોને સંવેદનશીલતાની સાથે કામ કરવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે કહ્યું છે. મુખ્ય રાહતોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ અને એલપીજી સિલેન્ડરમાં મોટી સબ્સિડીની જાહેરાત પણ સામેલ છે. તો વળી પ્રધાનમંત્રી મોદીએ સરકારના આ નિર્ણયના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અમારા માટે લોકોની સમસ્યાએ સૌથી મોટી પ્રાથમિકતા છે.

1   પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા થશે સસ્તું
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગેલા એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લિટરે કાપ મુકવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ હવે પેટ્રોલ 9.5 રૂપિયા સસ્તુ થઈ જશે. તો વળી ડીઝલમાં પણ 7 રૂપિયાની રાહત મળશે. સરકારના આ નિર્ણયથી સરકારી ખજાના પર લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વાર્ષિક બોઝ આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી અને રાંધણ ગેસની સબ્સિડી આપવાના આ નિર્ણયની જાણકારી આપી હતી. છેલ્લા બે મહિનામાં પેટ્રોલ તથા ડીઝલના ભાવ અને રસોઈ ગેસના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો હતો. #ખેડૂત

2. LPG સિલેન્ડર પર મળશે 200 રૂપિયાની સબ્સિડીકેન્દ્ર
સરકારે આ વર્ષે પીએમ ઉજ્જવલા યોજનાના લગભગ 9 કરોડ લાભાર્થીઓને ગેસ સિલેન્ડરની સબ્સિડી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે, તે 200 રૂપિયા ગેસ સિલેન્ડર સબ્સિડી આપશે, તેનાથી સરકારને વાર્ષિક લગભગ 6100 કરોડ રૂપિયાનો બોઝ પડશે.

3 ખેડૂતોને 1.10 લાખ કરોડ વધારાના મળશે
બજેટમાં 1.055 લાખ કરોડ રૂપિયાના ખાતરની સબ્સિડી ઉપરાંત દેશના ખેડૂતોને વધારે મદદ માટે વધારાના 1.10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

4 કાચા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી
સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, લોખંડ, સ્ટીલ બનાવામાં ઉપયોગમાં લેવાતો કાચા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી છે. તેનાથી પ્લાસ્ટિકના પેકેઝીંગનો ખર્ચો ઓછો થઈ જશે. તો વળી તૈયાર સ્ટીલ પર એક્સપોર્ટ ડ્યૂટી વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકાર અમુક કિસ્સામાં પ્લાસ્ટિક વસ્તુઓના કાચા માલ અને વચેટિયાઓ પર ટેક્સ ઓછો કરશે અને કહ્યું છે કે, તેનાથી અંતિમ ઉત્પાદનનો ખર્ચો ઓછો આવશે. સરકાર લોખંડ ઉદ્યોગના કાચા માલ અને વચેટિયાનો ટેક્સ ફરીથી કેબિબ્રેટ કરી રહી છે, જેથી તેમની કિંમતો ઓછી કરવામાં મદદ મળી શકે છે. સ્ટીલના નિર્માણ માટે જરૂરી અમુક ઉત્પાદન પર આયાત શુલ્ક ઓછો કરવામાં આવશે અને અમુક વસ્તુઓ પર નિકાસ શુલ્ક લગાવામાં આવશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *