લ્યો બોલો: ગુજરાતના આ ગામમાંથી પાંચ નકલી ડોક્ટરો ઝડપાયા, સંખ્યાબંધ લોકોની કરી નાખી સારવાર
રાજ્યમાંથી નકલી વસ્તુઓ, અધિકારીઓ, તબીબો ઝડપાવાનું સામાન્ય થઈ ગયું છે? નકલી ઓળખ રાખીને સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સો દિવસે સને દિવસે ઝડપાઈ રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હળવદમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા છે.
ગ્રામ્ય પંથકમાં આ શખ્સો ડિગ્રી વગર દવાખાનું ચલાવતા
ગ્રામ્ય પંથકમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. ડિગ્રી વગરનાં પાંચ નકલી ડોકટરો ઝડપી પોલીસે બોગસ ડોક્ટરો પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો..
(૧) લીલાપુર ગામે દવાખાનુ ચલાવતા સંદીપ મનુભાઈ પટેલ રે રૂક્ષ્મણી સોસાયટી સરા રોડ હળવદ,
(૨) સુંદરી ભવાની ખાતે દવાખાનું ચલાવતા વાસુદેવ કાંતિભાઈ પટેલ,રહે સુંદરીભવાની તાલુકો હળવદ.મુળ બેચરાજી જીલ્લો મહેસાણા,
(૩) રમણપુર ખાતે દવાખાનુ ચલાવતા પરિમલ ધિરેનભાઈ બાલા રહે રણમલપુર તાલુકો હળવદ મુળ અશોકનગર તાલુકો બીલાસપુર જીલ્લો રામપુર, યુપી.
(૪) રાયસગપુર ગામે દવાખાનુ ચલાવતા પંચનાન ખુદીરામ ધરમી રેહ.રાયસંગપુર તાલુકો હળવદ મુળ રહે ગુપ્તા કોલોની, જિલ્લો પીલીભિતી, યુપી
(૫) ઢવાણા ગામે દવાખાનુ ચલાવતા અનુજ ખુદીરામ ધરામી રહે ઢવાણા,તા.હળવદ મુળ ગુપ્તા કોલોની ,જી પીલીભીતી યુપી,
શખ્સો પાસોથી લાખોની દવાઓ ઝડપાઈ
પોલીસે બાતમીના આધારે આ તમામ નકલી ડોક્ટરોના દવાનાખાના પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન દવાખાનામાંથી લાખો રૂપિયાની દવાઓ ઝડપાઈ હતી. દવાઓનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં એ સામે આવશે કે આ નકલી ડોક્ટરોએ કોઈ ઓપરેશન કર્યું છે કે નહીં.