જે દિવસ ઘરમાં પિતાનું અવસાન થયું હતું, એ જ દિવસે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું અંગ્રેજીનું પેપર હતું પછી પરિણામ એવું આવ્યું કે દીકરીનું જીવન જ…

જે દિવસ ઘરમાં પિતાનું અવસાન થયું હતું, એ જ દિવસે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું અંગ્રેજીનું પેપર હતું પછી પરિણામ એવું આવ્યું કે દીકરીનું જીવન જ…

ધોરણ 10 અને 12 પરિણામ આવ્યા બાદ ઘણાં પ્રતિભાશાળી વિદ્યાર્થીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું. જેમના પગલે અનેક પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાની એક દીકરીએ ધોરણ 12માં 90 ટકા માર્ક્સ મેળવીને મોટી સફળતા હાંસલ કરી છે. તેની હિંમતને સલામ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે જે દિવસે તેનું અંગ્રેજીનું પેપર હતું તે દિવસે તેના પિતાનું અવસાન થયું હતું. આમ છતાં તે પેપર આપવા ગઈ હતી અને પરીક્ષા બાદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. #પરીક્ષા

વાશિમ જિલ્લાના વડજી ગામના રામેશ્વર શેષરાવ બોરકર હંગામી ક્લાર્ક તરીકે કામ કરતા હતા. 4 માર્ચની સવારે બ્રેઈન હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું. તે જ દિવસે તેની પુત્રીનું 12માનું પ્રથમ પેપર હતું. આવી સ્થિતિમાં પિતાની લાશ ઘરમાં પડી હતી. આશ્વાસન આપનાર લોકોની ભીડ હતી અને દીકરી સાક્ષી માટે અદમ્ય દુ:ખ હતું. આમ છતાં સાક્ષીએ માતા અને સંબંધીઓને કહ્યું કે તે પેપર આપશે. પિતાનો મૃતદેહ ઘરમાં હોવા છતાં સાક્ષી અંગ્રેજીનું પેપર આપવા ગઈ હતી. પેપર સોલ્વ કર્યા બાદ તેના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

छात्रा साक्षी बोरकर

હવે 12માનું પરિણામ આવી ગયું છે, જેમાં સાક્ષીએ 90 ટકા માર્ક્સ મેળવ્યા છે. અંગ્રેજીના પેપરમાં તેને 79 માર્ક્સ મળ્યા છે. સાક્ષીનું પરિણામ જોઈને પરિવારના તમામ સભ્યોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આસપાસના લોકોએ પણ સાક્ષીના ખૂબ વખાણ કર્યા છે. પરિણામથી ખુશ સાક્ષી બોરકરે કહ્યું કે આજે મારા પિતા જ્યાં પણ છે, તેઓને પોતાને અને મારા પર ગર્વની લાગણી થશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *