પિતા-પુત્ર 11 વર્ષ પછી મળ્યા, પુત્રએ પિતાને ઓળખતા જ રડ્યો કે લોકો સોશિયલ મીડિયા પર ભાવુક થઈ ગયા

પિતા-પુત્ર 11 વર્ષ પછી મળ્યા, પુત્રએ પિતાને ઓળખતા જ રડ્યો કે લોકો સોશિયલ મીડિયા પર ભાવુક થઈ ગયા

પિતા-પુત્રનો સંબંધ વિશ્વના સૌથી સુંદર સંબંધો માંથી એક છે. આ સંબંધનું મહત્વ ત્યારે છલકાઈ જાય છે જ્યારે બંનેએ વર્ષોથી એકબીજાને જોયા ન હોય . કલ્પના કરો કે જો એક દાયકા પછી એક પિતા અને પુત્ર એકબીજાને મળે તો બંનેની સ્થિતિ કેવી હશે. આ વિડીયોમાં દેખાતા પિતા અને પુત્રની પરિસ્થિતિ આવી જ છે.

આ વીડિયો અમેરિકાના એક વ્યક્તિનો છે, જે 11 વર્ષની સજા ભોગવ્યા બાદ જેલમાંથી પરત ફર્યો છે. તેને જોઈને તેનો દીકરો ખૂબ જ રડવા લાગે છે. વીડિયોમાં દેખાતા પિતા -પુત્રની સાથે સાથે આ વીડિયો જોનારા દરેક વ્યક્તિની આંખો પણ ભીની થઈ ગઈ.

આ વીડિયો અમેરિકાના જોની જાસ્મિનનો છે, જે 11 વર્ષ બાદ સજા પૂરી કરીને જેલમાંથી પરત ફર્યો છે. જેલમાંથી પરત ફર્યા પછી, જોનીએ પોતાના દીકરો જાહવોનને આશ્ચર્યચકિત કરવા તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો જ્યાં તેના દીકરો મિત્ર સાથે બેઠો હતો. જાહવોન તેના મિત્ર સાથે વાત કરવામાં વ્યસ્ત હતો જ્યારે આ દરમિયાન તેના પિતા જોની આવ્યા અને તેની બાજુની ખુરશી પર બેસી ગયાં.

 

View this post on Instagram

 

A post shared by Da Prince (@itsdaprince305)

પહેલા જાહવોને જોની પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ જોનીએ માસ્ક ઉતાર્યો અને જાહવોનની નજર તેના પર પડી, તો તે ચોકી ગયો. તેણે એક ક્ષણ માટે જોનીના ચહેરા તરફ જોયું અને તેને ઓળખી લીધો. આ પછી જાહવોન કંઇ કહેવાની હાલતમાં ન હતો. તેની ખુશી તેની આંખોમાંથી વહેતા આંસુઓથી વ્યક્ત કરી હતી. જાહવોન એટલો ભાવુક થઈ ગયો કે પિતાને ગળે લગાવવા માટે ખુરશી પરથી ઉભો પણ ન થઈ શક્યો.

આ દ્રશ્ય એટલું ભાવુક હતું કે રેસ્ટોરન્ટમાં હાજર દરેક લોકો પિતા અને પુત્ર બંનેનો વીડિયો બનાવવા મજબૂર થઈ ગયાં. જોનીએ તેના દીકરાને ગળે લગાવ્યો અને પછી બંને પિતા -પુત્ર ખૂબ જ રડવા લાગ્યા. આ દ્રશ્યએ ત્યાં હાજર દરેકની આંખો ભીની કરી દીધી. હકીકતમાં, જ્યારે જાહવોન બે વર્ષનો હતો, ત્યારે જોનીને સજા કરવામાં આવી હતી. જોનીએ ત્યારથી તેના પુત્રને જોયો નથી.

આ વીડિયો સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ટ્વિટર પર ગુડ ન્યૂઝ કોરસપોન્ડન્ટ નામના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ મહાન વિડીયોને ખૂબ શેર કરી રહ્યા છે. આ સાથે ઘણા લોકો આ પર ભાવુક કોમેન્ટઓ પણ કરી રહ્યા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *