જો પણ આ 10 પ્રકારના ફૂડ ખાઈ રહ્યાં છો તો ચેતી જજો, કારણ કે આ ફૂડ બને છે આ જીવલેણ બીમારીનું કારણ

જો પણ આ 10 પ્રકારના ફૂડ ખાઈ રહ્યાં છો તો ચેતી જજો, કારણ કે આ ફૂડ બને છે આ જીવલેણ બીમારીનું કારણ

કેન્સર કેટલી ગંભીર બીમારી છે તેને એક કેન્સર પીડિત સમજી શકે છે. જોકે કેન્સરથી બચવા અને તેના પ્રત્યે જાગૃકતા ઉત્પન્ન કરવાના ઉદેશ્યથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સ દિવસ માનવવામાં આવે છે. કેન્સર સંબંધમાં ફેલાયેલી ખોટી ધારણઓને ઘટાડવા અને કેન્સર દર્દીને પ્રેરણ આપવા માટે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર ઘણા પ્રકારથી લોકોને થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાવાની કઈ વસ્તુ છે, જે કેન્સરને વધારે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્સરના લગભગ 70 ટકા કેસ ફક્ત આહાર દ્વારા ઘટી શકે છે. બાકી 30 ટકા જેનેટિક્સ અને વાતાવરણથી જોડાયેલા હોય છે. તો ચાલો આજે તમને જણાવીશું એવા આહાર વિશે જે કેન્સર જેવી બીમારીનું કારણ બની શકે છે.

મેંદો
મેંદો આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. આ કેન્સરના કારક અને ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ખતરનાક છે, આથી બ્લડ શુગરનું લેવલ પણ વધવા લાગે છે. લોટથી મેંદો બનાવવાની પ્રક્રિયામાં ઘણાં કાર્સિનોજેનિક તત્વ નીકળે છે. આ ઉપરાંત મેંદાને સફેદ રંગ માટે તે ક્લોરીન ગેસથી પસાર થાય છે, જે કેન્સરનું કારણ બને છે.

માઈક્રોવેવ પોનકોર્ન (ધાણી)
આ એવી ધાણી જેને માઈક્રોવેવમાં બનાવવામાં આવે છે, જે કેમિકલવાળા પેકેટમાં આવે છે. માઈક્રોવેવમાં બનાવેલી ધાણી કેન્સનું કારણ બને છે, કારણ કે માઈક્રોવેવમાં ધાણી નાંખવાથી પરફ્યૂરોક્ટાનોઈક એસિડ બને છે. આ એક પ્રકારનું સિન્થેટિક રસાયણ છે, જેથી કિડની, મુત્રાશય, લિવર અને અંડકોષીય કેન્સર થઈ શકે છે.

દારૂ
કોઈપણ વસ્તુનું વધારે સેવન કરવું ખરાબ છે. દારૂનું વધું સેવન તમારા લિવરને નુકસાન પહોચાડે છે અને કિડની પર દબાણ વધારે છે. ડોક્ટર્સનું કહેવું છે કે વધું પડતા દારૂનું સેવનથી મોં, અન્નનળી, યકૃત, આંતરડા અને ગુદામાર્ગનું કેન્સરનો ખતરો વધી શકે છે. જોકે મહિલા માટે રોજ એક અને પુરૂષો માટે બે પેગ પીવુ સુરક્ષિત છે.

બિન-ઓર્ગેનિક ફળો
આજકાલ આપણે જોઈએ છે કે મોસમી ફળ પણ દરેક ઋતુમાં મળે છે, કારણ કે તેને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે. આવું ફળ જેને લાંબા સમયથી કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે, તેના પર કેમિકલની પરત ચડી જ રહે છે. જેના કારણથી કેન્સર થાય છે, આ માટે તેને ખાવાથી બચવું જોઈએ.

સ્મોક્ડ અને પ્રોસેસ્ડ મીટ
સ્મોક્ડ અને પ્રોસેસ્ડ મીટને સાચવવા માટે નાઈટ્રેટ અને સોડિયમનો ખૂબ વધું ઉપયોગ થાય છે, જે કેન્સરથી જોડાયેલું છે. લાલ માંસ, ઘેટાનું માસ ડુક્કરનું માંસ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

ભરેલા અથાણું
મોટાભાગે બજારમાંથી મળી આવતા અથાણું બનાવવા માટે ઘણાં પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નાઈટ્રેટ, મીઠું અને આર્ટિફિશિયલ રંગ સામેલ છે. જેનું વધું સેવનથી પેટ અને કોલોન કેન્સરનો ખતરો વધી શકે છે.

બટાકા ચિપ્સ
બજારમાંથી મળતી બટાકાની ચિપ્સમાં વધું મીઠું અને સેચ્યુરેટેડ ફેટ હોય છે જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે. આ ઉપરાંત ચિપ્સમાં acrylamide તત્વ હોય છે, જે કાર્સિનોજેનિક એટલે કેન્સર ઉત્પન્ન કરનારૂ રસાયણ હોય છે.

સોડા
આપણે બધાં જાણીએ છીએ કે સોડા આપણાં શરીર માટે હાનિકારક છે અને વધું પ્રમાણમાં સેવન કરવું તે જીવલેણ બની શકે છે. તેમાં શુગરની વધું માત્રા હોય છે જે કેન્સર કોષોને વધારે છે. આથી કેન્સરનો ખતરો વધે છે.

ડાઈડ્રોજેનેટેડ ઓઈલ્સ
વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે હાઈડ્રોજેનેટ તેલ મળી આવે છે, જે કેન્સરનું મોટું કારણ હોય છે. તેમાં ટ્રાન્સ-ફેટ્સ પણ ખૂબ પ્રમાણમાં હોય છે. આ વજન વધારે છે અને વજન કેન્સરનો ખતરો વધારે છે.

ફાર્મ્ડ સૈલ્મડ માછલી
જો તમે ખેતી કરવામાં આવેલા સૈલ્મન માછલીનું સેવન કરો છો અને તમને લાગે છે કે તમે તંદુરસ્ત આહાર લઈ રહ્યાં છે, તમને જણાવી દઈએ કે શોધમાં સાબિત થયુ છે કે ખેતી કરવામાં આવેલી સૈલ્મન કેન્સરના વિકારનું જોખમ વધારે છે, કારણ કે આજકાલ માછલીની વધતી માંગને જોતા તેને પાણીની ટાંકીઓમાં ઉછેરવામાં આવે છે. તેને એન્ટીબાયોટિક્સથી ભરેલી ડાયટ આપવામાંઆવે છે જેથી તે બીમારીઓથી બચી રહે. આ જ એન્ટીબાયોટિક્સ આપણાં શરીરના અંદર પહોચીને કેન્સનું કારણ બને છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *