ઇસ્ત્રી કર્યા વિના કપડાંની કરચલીઓ દૂર કરવી છે? પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સ્પ્રે, થઇ જશે તમારું કામ

ઇસ્ત્રી કર્યા વિના કપડાંની કરચલીઓ દૂર કરવી છે? પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સ્પ્રે, થઇ જશે તમારું કામ

કપડાંને પ્રેસ કરીને સારી રીતે રાખવામાં ન આવે તો તેની ક્રીઝ ખરાબ થઇ જવી સામાન્ય વાત છે. સાથે જ કપડાં નીચોવીને ધોવામાં આવે તો પણ સૂકાયા બાદ તેના પર અનેક કરચલીઓ પડી જાય છે. હવે તેવામાં ક્યાંય બહાર જવાનો પ્લાન હોય તો આ કપડાંને પહેરવાનો વિકલ્પ નથી રહેતો. જો કે જો તમારી કિસ્મત સારી હોય તો ધોબી પાસે તમે તમારા કપડાંને 5 મિનિટમાં આયરન કરાવીને લાવી શકો છો. પરંતુ જો તમે પૈસા, સમય અને મહેનત વિના કપડાં પરથી કરચલીઓ દૂર કરવા માંગતા હોય તો આ ટ્રિક એકવાર જરૂર ટ્રાય કરો.

આ વસ્તુથી તૈયાર કરો મિશ્રણ
1 કપ પાણી

અડધી ચમચી વ્હાઇટ વિનેગર

અડધી ચમચી હેર કંડીશનર

સોલ્યુશન આ રીતે કરે છે કામ

આ સોલ્યુશનમાં હેર કંડીશનર મેઇન ઇન્ગ્રીડિએન્ટ છે. કારણ કે કંડીશનર કપડાંમાં ફાઇબરને દબાવે છે, જેનાથી કરચલીઓ સીધી થવા લાગે છે. તેવામાં વિનેગર ક્રીઝને ફર્મ બનાવવાનું કામ કરે છે.

આ રીતે કરો યુઝ

સૌથી પહેલા ઉપર તૈયાર કરવામાં આવેલા મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને શેક કરો. આવું કરવું જરૂરી છે જેથી કંડીશનર પાણીમાં સારી રીતે મિક્સ થઇ જાય. તે બાદ કપડાંને હેંગરમાં લટકાવીને મિશ્રણને તેના પર સારી રીતે છાંટી દો. હવે તેને સૂકાવા માટે થોડી વાર મૂકી દો. તમે જોશો કે, થોડીવારમાં બધી જ કરચલીઓ ગાયબ થઇ ગઇ હશે. આ સિવાય નીચે જણાવેલી કેટલીક રીતો છે જે તમારા ઉપયોગમાં આવી શકે છે.

વિનેગરનો કરો ઉપયોગ

સૌથી પહેલા એક સ્પ્રે બોટલ લો અને તેમાં અડધી બોટલ વિનેગર અને અડધુ પાણી મિક્સ કરો. હવે તમારા કપડાને હેંગર પર સંપૂર્ણપણે ખોલીને લટકાવી દો. પછી સ્પ્રે બોટલની મદદથી તેને આખા કપડા પર સ્પ્રે કરો અને તેને સુકાવા દો. જલદી તે સુકાઈ જશે, કાપડની ક્રીઝ દૂર થઈ જશે. તમે તેને પહેરીને બહાર જઇ શકો છો.

ટુવાલનો ઉપયોગ

ટેબલ પર કપડાં ફેલાવો. હવે ટુવાલને ભીનો કરીને નિચોવી લો. હવે જ્યાં ફોલ્ડ હોય ત્યાં ટુવાલની મદદથી દબાવો. આ રીતે આખા કપડાંની ક્રિઝ દબાવીને હેન્ગર પર સુકાવા માટે લટકાવી દો. કરચલીઓ ગાયબ થઈ જશે.

કીટલીનો ઉપયોગ કરો

કીટલીને ગેસ પર રાખો અને તેમાં પાણી નાખો. હવે ગરમ કીટલીને કપડાં પર આયરનની જેમ ચલાવો. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને ફરીથી ગરમ કરો. કામ ખૂબ જ સરળતાથી થશે.

મેટ્રેસનો ઉપયોગ કરો

કપડાં સૂકાયા પછી તેને કાળજીપૂર્વક લો. હવે તેને મેટ્રેસ અથવા કોઈપણ ભારે ગાદલાની નીચે રાખો. ફક્ત 2 થી 3 કલાક પછી તમે જોશો કે કપડાં સંપૂર્ણપણે પ્રેસ કરેલા હોય તેવા દેખાઈ રહ્યા છે. હવે તમે તેને પહેરી શકો છો.

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *