દેવભૂમિ દ્વારકાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ઉગ્ર મારામારી, બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ

દેવભૂમિ દ્વારકાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ઉગ્ર મારામારી, બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા, ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારીની ઘટના સામે આવી હતી. પાંચ વર્ષ પહેલાં વોર્ડની ચૂંટણીનું જૂનું મનદુઃખ રાખી તેમજ એક ફરિયાદીના ચાલતા મકાનના કામને લઈને બે ટોળાં વચ્ચે મારામારી થઈ હોવાની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઇરલ થઈ છે. જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવા આવી છે.

દેવભૂમિ દ્વારકા પંથકમાં વાઇરલ થયેલા વીડિયોની માહિતી પ્રમાણે કે બે પક્ષ લાકડાના ધોકા અને ઢીંકાપાટુ વડે એકબીજા પર છુટ્ટા હાથની મારામારી કરી હતી. જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ફેક્ચર તેમજ બીજી વ્યક્તિઓને મૂઢમારની ઈજાઓ પહોંચી છે.

બે ટોળાં વચ્ચે ધોકા, ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારી.

આ ઝઘડામાં માત્ર પુરુષોની જ નહિં મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી હતી. મહિલાઓ ચીસો પાડતી હતી અને સામે મારામારી રહી હતી. આ મારામારી બાદ વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. તસવીરમાં જોવાઈ તે મુજબ અનુસાર, પુરુષો હાથમાં પથ્થરો લઈને એકબીજાને મારી રહ્યા છે, તો કોઈ ધોકા વડે માર મારી રહ્યો છે.

ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં.

સમગ્ર ઘટના બાદ કેટલાક લોકોને મૂઢમાર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસમાં લોકોનાં ટોળા એકઠાં થયાં હતાં. જોકે હાલમાં બંને પક્ષે મીઠાપુર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *