સમુદ્રનમાં કાળભરખી જતા ત્રણ નાના બાળકો સહિત છ લોકોના મોત, હૈયાફાટ રૂદનના શોર સાથે અર્થી ઉઠતા સમગ્ર ગામમાં ગમગીની

સમુદ્રનમાં કાળભરખી જતા ત્રણ નાના બાળકો સહિત છ લોકોના મોત, હૈયાફાટ રૂદનના શોર સાથે અર્થી ઉઠતા સમગ્ર ગામમાં ગમગીની

ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના ગંધારનજીક સમુદ્ર કિનારે વેકેશનની મજા માણવા ગયેલા બે પરિવારોને સમુદ્રની ભરતીના સ્વરૂપમાં કાળભરખી જતા ત્રણ નાના બાળકો સહિત છ લોકોના મોત નિપજ્યા હતા. આજરોજ સવારે હૈયાફાટ રૂદનના શોર સાથે એક સાથે છ લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

ગામમાં એક સાથે છ લોકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. ગામની સ્મશાન ભૂમિમાં એકસાથે છ ચિતાને અગ્નિદા અપાયો હતો, વાગર ના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના અગ્રણીઓ અને ગામ આખું અંતિમયાત્રામાં જોડાયું હતું. શનિ જયંતી અને અમાસની મોટી ભરતી એ જ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયાકાંઠે ભરતીના કારણે છ લોકોના મોત નીપજ્યા છે.

એક જ પરિવારના બાળકો, મહિલા સહિત આઠ લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 6 લોકોને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ છે, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયાકાંઠો આવેલો છે. જ્યાં મુલેર ગામે જ રહેતા એક જ પરિવારના સભ્યો બાળકો સાથે ફરવા ગયા હતા. અમાસને લઈ દરિયાની મોટી ભરતી અચાનક આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો જોઈએ પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા.

ભરતીના પાણી પુર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે છ લોકોના મોત અને બે લોકો સારવાર હેઠળ છે. દરિયા કાંઠે બેઠા હતા અને બાળકો રમત રમી રહ્યા હતા તે દરમિયાન જ દરિયાની મોટી ભરતી અચાનક આવી જતા સતત ભરતીના પાણી આવી પહોંચતા કાંઠે રમતા ગોહિલ પરિવારના નાના બાળકો દરિયાના પાણીમાં તણાવવા લાગ્યા હતા. આ દ્રશ્યો જોઈને પરિવારજનો તથા અન્ય લોકો બાળકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દરિયાની ભરતી વધુ પ્રમાણમાં આવી જતા બાળકોને બચાવવા પણ મુશ્કેલ બની ગયા હતા.

દરિયો એક પછી એક આઠ લોકોને ત્રણ કિમી સુધી ખેંચીને લઈ ગયો હતો, ઘટનામાં બચી ગયેલી એક દીકરીએ પિતાને મોબાઈલ ઉપર તેઓનું લોકેશન મોકલ્યું હતું. જ્યારે બીજી દીકરીએ ફોન કરી ઘટનાની જાણ કરતાં પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. દરિયાના ભરતીના પાણીમાં પણ કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોએ પણ દરિયાના ભરતીના પાણીમાં તણાઈ ગયેલાઓને શોધવાના પ્રયાસો કર્યા હતા.

નાવડી ની મદદથી જેમ બાળકો અને મોટેરાઓને બહાર કાઢી ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં લાવતા પાંચ લોકોને તપાસના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિનું વાગરામાં જ મૃત્યુ થયું હતું, આ ગોઝારી ઘટનામાં બે દીકરીઓ બચી ગઈ છે અને હાલ સઘન સારવાર હેઠળ છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *