હાસ્ય કલાકાર બનવું સરળ ન હતું આ હસ્તીઓ માટે, જેને લોકોને હસાવવા બદલ જેલની ખાવી પડી હતી હવા

હાસ્ય કલાકાર બનવું સરળ ન હતું આ હસ્તીઓ માટે, જેને લોકોને હસાવવા બદલ જેલની ખાવી પડી હતી હવા

ખુલ્લેઆમ ગમ્મત કરાવવું એ પણ કઈ સરળ નથી હોતું. એક હાસ્ય કલાકારે માત્ર લોકોને હસાવવાનું નથી હોતું, પરંતુ તેના મજાકથી કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે લોકોની લાગણીને સહેજ પણ ઠેસ પહોચાડશો તો આફત આવી પડે છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ, ટીકાઓ અને ક્યારેક પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે હસ્યા કલાકારે લોકોને હસાવવા બદલ જેલમાં જવું પડ્યું હતું. આજે અમે અહીં આવા જ કેટલાક લોકો વિશે જણાવીશું.

મુનવ્વર ફારૂકી
મુનવ્વર ફારૂકીને એક મશ્કરી માટે એક મહિનાથી વધુ સમય જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરીએ જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો શો શરૂ પણ કર્યો ન હતો. હિન્દુત્વ જૂથ હિંદ રક્ષક સંગઠનના વડા એકલવ્ય સિંહ ગૌરની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ફારૂકી પર કોમેડીના બહાને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ હતો. હાસ્ય કાર્યક્રમ દરમિયાન તેણે વિવાદાસ્પદ ટૂચકો સંભળાવ્યા હતા. મુનવ્વર ફારૂકીને બાદમાં આ કેસમાં જામીન મળી ગયા હતા, પરંતુ ત્યારથી તેનું જીવન સરળ નથી રહ્યું. ધમકીઓ અને ટિપ્પણીઓ વચ્ચે તેના શો રદ્દ થતા રહ્યા. નિરાશ થઈને મુનવ્વર ફારૂકીએ હવે કોમેડી પણ છોડી દેવાની ફરજ પડી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નફરત જીતી અને એક કલાકાર હારી ગયો?

 

કિકુ શારદા
જાન્યુઆરી 2016ના રોજ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ સિંહની નકલ કરવા બદલ કિકુ શારદાને હરિયાણાના કૈથલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 295-A (કોઈ પણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ત્યારે કિકુએ કહ્યું, ‘હું એક દિવસ માટે જેલમાં ગયો હતો. હવે સર 20 વર્ષ માટે ગયા છે’ કિકુ શારદા હાલમાં કોમેડી નાઈટ્સ વિથ કપિલ શોમાં જોવા મળે છે અને લોકોને ખૂબ હસાવવા માટે જાણીતા છે.

કુણાલ કામરા
હાલમાં કુણાલ કામરા હાસ્ય કલાકારનું એક મોટું નામ છે. ગયા વર્ષે એટલે કે 2020માં તેમની કેટલીક ટ્વીટ્સને લઈને હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટે તેમને તિરસ્કારની નોટિસ પણ મોકલી હતી. સુપ્રીમ કોર્ટ સામે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે તેમની સંમતિ આપી હતી. કામરાએ એક કેસમાં અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણીની ટીકા કરી હતી, જે પછી અવમાનનાની અરજી દાખલ કરીને તેમની સામે નોટિસ જારી કરવામાં આવી હતી.

લેની બ્રુસ
અમેરિકામાં રહેતા લેની તેમના સમયના પ્રભાવશાળી હાસ્ય કલાકાર હતા. ધર્મ, ડ્રગ્સ અને સેક્સ વિશેના તેના તીખા જોક્સ ઘણાને પસંદ ન આવ્યા. તેની સ્પષ્ટવક્તા માટે તેને હંમેશા સતાવતો હતો. લોકોએ કોમેડી કરવાનું બંધ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. આ ક્રમમાં તેની અશ્લીલતા માટે 1964માં ધરપકડ કરવામાં આવી હતી અને ચાર મહિનાની સજા થઈ હતી.

જ્યોર્જ કાર્લિન
1972ના અમેરિકન હાસ્ય કલાકાર જ્યોર્જ કાર્લિને અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ‘સેવન વર્ડ્સ યુ કેન નેવર સે ઓન ટેલિવિઝન’ નામના સ્ટેન્ડ-અપ એક્ટ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલતાના કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. કાર્લિનની એક પ્રખ્યાત પંક્તિ છે, જેમાં તે કહે છે, ‘શાંતિ માટે લડવું એ વર્જિનિટી માટે લડવા જેવું છે’.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *