આકરી ગરમી વચ્ચે આવ્યા રાહતના સમાચાર: રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદી ઝાપટાં

આકરી ગરમી વચ્ચે આવ્યા રાહતના સમાચાર: રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદી ઝાપટાં

રાજ્યમાં તીવ્ર તડકા વચ્ચે લોકોને હવે ગરમીથી થોડી થોડી રાહત મળી રહી છે. રહાતના સમાચાર એ છે કે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 3 દિવસ ગરમીથી અચાનક ઠંડક મળશે. રાજ્યમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેશે. 4 દિવસ 20થી 25 કિમીની ઝડપે પવન ફુંકાશે. હવામાન નિષ્ણાંતે અનુમાન લગાવતા જણાવ્યું કે, ‘રાજ્યમાં ત્રણ દિવસ ચોમાસા જેવું વાતાવરણ રહેશે. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિમાં બેસી જશે. સાથે હવામાન વિભાગ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.’ #સમાચાર

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. ભર ગરમીથી લોકો પરેશાન છે, જો કે, રાહતની વાત એ છે કે, આજે વહેલી સવારથીજ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. આ સાથે મેઘ મહેર થવાની અને તાપમાન નીચે રહેવાની વાત પણ જણાવી છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યાં અનુસાર, હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યાં છે. તેમજ આગામી 25મી મેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની વકી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી પરોઢથી જ હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશેન તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *