શ્રી ચામુંડા માતાજી મંદિર – ચોટીલાનો આ ઇતિહાસ તમારા બાળકોને જરૂર જણાવો, સ્કૂલમાં આ વાતો નહિ શીખવાડે

શ્રી ચામુંડા માતાજી મંદિર – ચોટીલાનો આ ઇતિહાસ તમારા બાળકોને જરૂર જણાવો, સ્કૂલમાં આ વાતો નહિ શીખવાડે

શ્રી ચામુંડા માતાજી મંદિર – ચોટીલાનો આ ઇતિહાસ તમારા બાળકોને જરૂર જણાવો, સ્કૂલમાં આ વાતો નહિ શીખવાડે

ગુજરાતનું માતા ચામુંડાનું એવું મંદિર, જ્યાં માતાની રક્ષા કરવા હાલમાં પણ રોજ રાત્રે સિંહ આવે છે, જાણો પવિત્ર યાત્રાધામ ચોટીલાની દંતકથા

તમારામાંથી ઘણા બધા લોકો ચોટીલા ગયા હશે. તે રાજકોટ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ છે અને ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. અહીં ચામુંડા માં નું મંદિર આવેલું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. ચામુંડા માં એ શક્તિના 64 અવતારોમાંથી એક અવતાર છે. માં ચામુંડા ઘણા હિંદુઓના કુળદેવી પણ છે. ચામુંડા માતાજીનું આ મંદિર જગપ્રસિદ્ધ છે અને તે ચોટીલા પર્વતના શિખર પર આવેલું છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જાણ્યું હશે કે, ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે.

આવો હવે તમને શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ જણાવીએ. થાનપુરાણ નામના પુસ્તકમાં થયેલા ઉલ્લેખ અનુસાર શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિંયા ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે લોકોને ખુબ પરેશાન કરતા હતા. છેવટે તેમનાથી કંટાળી જઈને ઋષિ મુનીઓએ યજ્ઞ કરીને આદ્યા શકિત માં ની પ્રાર્થના કરી. પછી તે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા, અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વ ધ કર્યો.

ત્‍યારથી તે મહાશકિત ચંડી ચામુંડા તરીકે ઓળખાવા લાગ્યા. ચામુંડા માતાજીએ અનેક પરચાઓ દેખાડ્યા છે. ચામુંડા માતાજીને રણ-ચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચામુંડા માતા દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.

જણાવી દીઈએ કે, વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં ચોટીલા ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. એટલું જ નહિ અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં પગથિયાં સડસડાટ ચઢી જાય છે અને આ દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે.

અહીં ભક્તો માટે જમવાની પણ સગવડ છે. અહી તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટનું ભોજનાલય આવેલું છે. જેમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

ઘણા લોકોને ચામુંડા માતાજીના આ સ્‍થાન વિશેષ પરંપરા વિષે ખબર નથી. તે પરંપરા એ છે કે, અહીં સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. અહીં રાત્રે ઉપર કોઇ રોકાઇ શકતું નથી. ફક્ત નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્‍યકિતને રાત્રે ડુંગર ઉપર રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર આવેલા મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે. આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વ ધ કર્યો હતો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *